For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના 24 ગામોની વિઝિટ કરતી ટીમ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

04:36 PM Sep 12, 2024 IST | Bhumika
રાજકોટના 24 ગામોની વિઝિટ કરતી ટીમ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
Advertisement

શ્રેષ્ઠ ગામના એવોર્ડ માટે નીકળેલી ક્યુસીઆઈની ટીમે ભાડવા અને સાંઢવાયા ગામની લીધી મુલાકાત

Advertisement

ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના 24 જેટલા ગામોમાં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શ્રેષ્ઠ ગામોા એવોર્ડ માટે કોટડા સાંગાણી તાલુકાના ભાડવા એન સાંઢવાયા ગામે ક્યુસીઆઈ (ક્વોલીટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ની ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી. આ ટીમની વિઝીટ દરમિયાન ગામના તમામ જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, સરકારી ઈમારતો, શેરીઓ, રોડ-રસ્તાઓ, શાળા, આંગણવાડી, ગ્રામ પંચાયત, સમાજ વાડિ, આરોગ્ય કેન્દ્રો વગેરેની વીઝીટ દરમિયાન સ્વચ્છતા ચકાસવામાં આવી હતી. તેમજ ગામમાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત બનાવવામાં આવેલ એસએલડબલ્યુએમના અસ્કયામતો ચાલુ-સારી સ્થિતિમાં રહે છે અને સ્વચ્છ સુંદર ચિત્રો, સુત્રો, સ્લોગન તેમજ એગ્રીગેશન રોડ, શોકપીટ, કંમ્પોસ્ટ પીટ, સામુહિક સ્વચ્છતા સંકુલ અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તેના માટે સતત ડોર ટુ ડોર ધરન કચરાનો નિકાલ થાય તે માટે ઈ-રિક્ષા કે અન્ય વાહનથી ગામ સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટેની કામગીરી પણ જોવામાં આવી હતી. તેમજ આ ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરી દરેક ઘરની શેરીઓ,શૌચાલયો, કચરાપેટીઓ વિગેરે ચકાસવામાં આવ્યા હતાં. અને વિવિધ સવાલો થકી લોકોના પ્રતિભાવો જાણ્યા હતાં. આ કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી અને ડિસ્ટીક-કો-ઓર્ડિનેટર મિનાક્ષીબેન કાચાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.

કોટડા સાંગાણી તાલુકાના ભાડવા અને સાંઢવાયા ગામના સરપંચ, ઉપ સરપંચ, સભ્યો તલાટી મંત્રી અને ક્યુસીઆઈ ટીમના સભ્ય રજતસિંહ, તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિબેન પટેલ, મદદનિશ તાલુકા વિકાસ અધિકારી (આઈઆરડી) કૌશીકભાઈ સરતેજા, સિવિલ ઈજનેર વિશાલ પડાયા, કલસ્ટર કો-ઓર્ડિનેટર મહેશ જાદવ અને રોહિત ચૌહાણ તેમજ સ્વચ્છ ભારત મિશન યોજનાના બ્લોક-કો-ઓર્ડિનેટર હરેશ ખિમસુરિયા દ્વારા ક્યુસીઆઈની ટીમ સાથે રહીને કામગીરી કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement