ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

DNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલન

11:52 AM Jun 13, 2025 IST | Bhumika
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, યુધ્ધના ધોરણે કામગીરી

Advertisement

એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂૂરી સૂચનો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી કિંજરાપુ રામમોહન નાયડૂ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ પણ આ બેઠકમાં જોડાયા હતા.

કેન્દ્રીય ગૃમંત્રીને આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગ, DGCA, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને રાહત કમિશનર દ્વારા સમગ્ર વિમાન દુર્ઘટનાનો ઘટનાક્રમ, રાહત-બચાવ કામગીરી, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને દુ:ખદ ગણાવીને કેન્દ્રીય મંત્રી શાહે પીડિત પરિવારોને સરકાર તરફથી જરૂૂરી તમામ સહાય પૂરી પાડવા માટે આદેશો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે, મૃતક અને પરિવારજનોના DNA સેમ્પલ કલેક્શન, મૃતકની ઓળખથી લઈને પાર્થિવ દેહને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવા સુધીના દરેક તબક્કે જરૂૂરી મદદ સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે. મૃતકોની ઓળખ થઈ શકે તે માટે DNA મેચ કરવાની કામગીરીને વધુ સુદ્રઢ અને બનાવવા તેમજ ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટના સ્થળને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે અમિત શાહે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા. દુર્ઘટનાનો સત્તાવાર મૃત્યુઆંક પરીક્ષણ પછી જ જાહેર થઈ શકશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, તેમણે અકસ્માત સ્થળની પણ મુલાકાત લઈને સમીક્ષા કરી છે. બધા મુસાફરોના મૃતદેહ બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જે લોકો વિદેશમાં છે તેમના સંબંધીઓને જાણ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ પહોંચતાની સાથે જ તેમના DNA નમૂના પણ લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં જ લગભગ 1000 DNA પરીક્ષણો કરાવવા પડશે. આ બધા પરીક્ષણો કરવા માટેની ક્ષમતા ગુજરાતમાં હોવાથી ડીએનએ પરીક્ષણ માટે ગુજરાતની બહાર ક્યાંય જવાની જરૂૂર રહેશે નહીં. રાજ્યની એફએસએલ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે મળીને શક્ય તેટલા ઓછા સમયમાં ડીએનએ પરીક્ષણ પૂર્ણ કરશે અને મૃતદેહ પરિવારના સભ્યોને સોંપશે.રાજ્ય સરકારે દુર્ઘટનાની જાણ થતાવેંત ત્વરિત હાથ ધરેલી રાહત-બચાવની કામગીરી સંદર્ભે આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, DNA કામગીરી માટે 45 ડોક્ટરની ટીમ,SDRFની બે ટીમ, NDRF-2 ટીમ રાહત બચાવ કામગીરીમાં 85 ફાયર ફાઈટર અને અખઈની પૂરી ટીમ તથા 75થી વધુ એમ્બ્યુલન્સને કામગીરીમાં જોડવામાં આવી હતી. ઘાયલ અને મૃતકોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ, રાજ્ય સરકારે સ્ટેટ ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂૂમ કાર્યરત કરીને હેલ્પલાઈન નંબરો સહિત અન્ય અલગ અલગ 7 હેલ્પલાઈન નંબર જાહેર કર્યાં છે.

આ સંદર્ભમાં અમિત શાહે બચાવ-રાહતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ અને રાજ્ય સરકારના પોલીસ, આરોગ્ય, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના સંકલન અને ત્વરિત કામગીરીની સરાહના કરી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
AhmedabadAhmedabad News GUJARAT NEWSAhmedabad plane crashAir India flightAir India Plane CrashDNA workplane crashplane tragedy
Advertisement
Next Article
Advertisement