For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર ખાતે શિક્ષકોના આંદોલનમાં દ્વારકા જિલ્લાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ જોડાયા

06:46 PM Mar 16, 2024 IST | Bhumika
ગાંધીનગર ખાતે શિક્ષકોના આંદોલનમાં દ્વારકા જિલ્લાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ જોડાયા

Advertisement

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ તારીખ ગાંધીનગર ખાતે જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા, ફિક્સ પે નાબૂદ કરવા તથા કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નો માટે ગુજરાતના મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા.
ગાંધીનગર ખાતેના આંદોલનમાં જૂની પેન્શન યોજનાને લગત કર્મચારીઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, મહામંત્રી અશોકભાઈ કરમુર, રાજ્ય ઉપપ્રમુખ સુકલભા સુમણિયા સાથે જિલ્લાના તમામ ચાર તાલુકાઓ ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ અને દ્વારકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો, ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો પણ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ પોતાની માંગ વ્યક્તિગત આવેદનના રૂપે રજુ કરી હતી.જો જૂની પેન્શનની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં સરકાર સામે માંગણીઓના ઉકેલ માટે આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ સરકારી કર્મચારીઓ દ્વારા રોષભેર જણાવવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement