For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

OPSનો ઠરાવ પસાર નહીં થતાં શિક્ષકોનું આંદોલન

11:26 AM Oct 03, 2024 IST | Bhumika
opsનો ઠરાવ પસાર નહીં થતાં શિક્ષકોનું આંદોલન
Advertisement

એક તરફ દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે તેવામાં રાજ્યભરના 70 હજાર જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો વિરોધ પર ઉતર્યા છે. જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો પોતાની માંગ પર અડગ થયા અને ગાંધી ચીંધ્યા માર્ગે શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે. જો આ અંગે સરકાર વચન પાલન નહીં કરે અને નિરાકરણ નહીં લાવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી શિક્ષકોએ બતાવી છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ જ રાજ્યભરના પ્રાથમિક શાળાના શિક્ષકો ગાંધી આશ્રમે એકઠા થયા હતા. જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવાની માંગ સાથે શિક્ષકોએ રેલી યોજી હતી. શિક્ષકોએ જણાવ્યું કે વર્ષ 2005 પહેલા થયેલી ભરતીના કર્મચારીઓને ઘઙજ ઠરાવ કરવાની માંગ છે. સરકારે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી વર્ષ 2022માં ચૂંટણી પહેલા વચન આપ્યું હતું.

Advertisement

વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે શિક્ષકો સાથે સમાધાન કરી લેખિતમાં મંજૂરી આપી હતી. સમાધાન થવા છતાં 2 વર્ષ સુધી સરકારએ ઠરાવ કર્યો નહીં. સરકાર દ્વારા ઠરાવ નહીં થતા શિક્ષકોએ સ્વયંભૂ આંદોલન શરૂૂ કર્યું છે. આ મામલે હાલ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવી રહ્યું છે. જો હજુ માંગણી નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી શિક્ષકોએ ઉચ્ચારી છે.

તેઓનું કહેવું છે કે સંગઠનના વાડામાં શિક્ષકો વહેચાઈ જાય છે એટલે શિક્ષકોએ સ્વયંભૂ આંદોલન કરવું પડે છે. ગાંધીજીએ સત્યાગ્રહના માર્ગે આંદોલન કર્યું હતું જેથી આજના દિવસથી આંદોલનની શરૂૂઆત કરી છે. નિવૃત્ત શિક્ષકોએ પોતાની વેદના પણ રજૂ કરી હતી. જેમાં નિવૃત્તિ બાદ માત્ર 2900 રૂૂપિયા પેન્શન મળે છે અને ઘડપણમાં 2900 રૂૂપિયામાં જીવન કેવી રીતે ચાલે તેવા સવાલો પણ ઉઠાવ્યા છે.

મહત્વનું છે ગાંધી જયંતિના દિવસે જ શિક્ષકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનના મંડાણ શરૂૂ કર્યા છે. આ માટે પહેલા શિક્ષકો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કૂચ કરવાના હતા પરંતુ પોલીસ પરમિશન નહીં મળતા શિક્ષકોની યાત્રાના રૂૂટ અલગ અલગ જગ્યાએ જૂથમાં રહી શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement