For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોત

12:21 PM May 28, 2025 IST | Bhumika
પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોત

મૃતકના સગાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો : ડોકટરને ધક્કો મારી પોલીસ સાથે ગેરવર્તન કર્યું

Advertisement

પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મૃતક શિક્ષક રાજેન્દ્રભાઇ કુબેરભાઈ જાદવ બુબવાણા ગામના વતની હતા અને સોલડી ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.બપોરના સમયે પંખો રિપેર કરવા આવેલા રાજેન્દ્રભાઇને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.

મૃતકના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેમની ઓળખ થતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો બુબવાણાથી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન મૃતકના એક સગાએ નશાની હાલતમાં હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તેણે ડોક્ટર કલ્પેશને ધક્કો માર્યો અને પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી.પાટડી પોલીસ મથકના ડો.શ્યામલાલે જણાવ્યા મુજબ, યુવકની ગેરવર્તણૂકને કારણે પોલીસને બોલાવવી પડી હતી. પાટડી પીઆઇ બી.સી. છત્રાલિયાએ જણાવ્યું કે યુવક વિરુદ્ધ નશામાં હોબાળો મચાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં મૃતક શિક્ષકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement