રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્રભરમાં હુસૈની માહોલ વચ્ચે મોહરમ પર્વ નિમિત્તે તાજિયા-જુલૂસ યોજાયા

12:03 PM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવતા મોહરમ પર્વમાં મંગળવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા. છેલ્લા દસ દિવસથી સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર ઇમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર, મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. બુધવારે રાત્રે ઠેર-ઠેર કલાત્મક તાજીયા જુલુસ સાથે શહેર અને ગ્રામિણ વિસ્તારમાં નિકળ્યા હતા.

વાંકાનેર
મહોરમ નિમિત્તે છેલ્લા દસ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ઇમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે રાત્રે કલાત્મક તાજીયા જુલુસ સાથે શહેર ભરમાં નિકળ્યા હતા, જે બાદ પુન: બુધવારે બપોરથી તાજીયા વિશાળ ઝુલુસ સાથે શહેરભરમાં ફરી રહ્યા હતા, જે રાત્રીના શહેરના ગ્રીન ચોક ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક વિધિ સાથે પૂર્ણ થયા. આ સમગ્ર ઉજવવામાં વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાયા હતા.

પ્રભાસ પાટણ
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર દ્રારા મહોરમ તહેવાર સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે પ્રભાસ પાટણમાં ઝુલુસ નિકળનાર રૂૂટ પર સર્વેલન્સ દ્વારા નજર રાખવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને આજરોજ પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેકટર પટેલ દ્વારા પ્રાઇવેટ ડ્રોન ભાડે કરાવી ડ્રોન દ્વારા મહોરમ તહેવાર સબબ નિકળનાર ઝુલુસના રૂૂટ પર ડ્રોન ઉડાડી ડ્રોનથી સમગ્ર રૂટ તેમજ પ્રભાસ પાટણ શહેરના વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

બગસરા
બગસરામાં દર વર્ષની માફક આ વર્ષે પણ મોહરમ પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તથા નવનિયુક્ત વેપારી મહામંડળ પોલીસ અધિકારી સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરી સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો આ મોહરમ પર્વ નિમિત્તે ચા નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું હતું બગસરામાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક મોહરમ પર્વ જેમાં હિન્દુ ભાઈઓ પોતાના રોજ ધંધા રોજગાર બંધ રાખીને પણ આ મોહરમ પર્વ નિમિત્તે બનાવવામાં આવે છે અથવા કોઈપણ રીતે મદદરૂૂપ થઈ અને ભાઈચાર અને એકતા વધુ મજબૂત થાય તેના માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સમગ્ર બગસરા ના હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો નવનિયુક્ત વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખો તેમજ સમગ્ર બગસરા મોહરમ પર્વ નો બંદોબસ્ત જાળવવા માટે જેના સીરે જવાબદારી સોંપી છે તેવા ડીવાયએસપી સોલંકી પી.આઈ સાલુખે પીએસઆઇ ગઢવી પોલીસ સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા.

વેરાવળ
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર દ્રારા મહોરમ તહેવાર સબબ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે વેરાવળ શહેરના ઝુલુસ નિકળનાર રૂૂટ પર ટેકનીકલ સર્વેલન્સ દ્વારા નજર રાખેલ જેમાં સીટી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી સહીતના સ્ટાફે ડ્રોન દ્વારા મહોરમ તહેવાર સબબ નિકળેલ ઝુલુસના રૂૂટ પર ડ્રોનથી સમગ્ર રૂૂટ તેમજ શહેરના કોમી-તંગદીલી ધરાવતા વિસ્તારોમાં સાંપતી નજર રાખવામાં આવી હતી.

સલાયા
સલાયામાં હંમેશા હિન્દુ મુસ્લિમ બને સમુદાયના લોકો શાંતિ પૂર્વક અને ભાઈ ચારાથી રહે છે. જેનું ઉદાહરણ મોહરમ માં જોવા મળે છે અહી હિન્દુ પરિવારો પોતાની શ્રદ્ધા અને ભક્તિ મુજબ મોહરમ દરમ્યાન મુસ્લિમ ભાઈઑ માટે કેમ્પનું આયોજન કરે છે જેમાં સરબત,મીઠાઈ,ચા વગેરે આપે છે અને સમગ્ર વિશ્વને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે. એવા જ સલાયાના હિન્દુ આગેવાન અને લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ લાલ પરિવાર દ્વારા પણ મોહરમની આસુરાની રાતના મુસ્લિમ ભાઈઓ માટે નીયાઝ એ હુશેન (નિ:શુલ્ક) ચાનું આયોજન કરાઇ છે જેમાં હજારો લોકો આસ્થાભેર ચા પીવે છે અને એક બીજા ભેટી અને મોહરમ નાં પવિત્ર દિવસો મનાવે છે. આ આયોજનમાં મુસ્લિમ ધર્મગુરુ અબુડાડા પણ પધાર્યા હતા.

દેવભૂમિ દ્વારકા
રાજયના અન્ય શહેરોની જેમ દ્વારકામાં પણ હજારો મુસ્લીમ બિરાદરોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી કરાઇ હતી.જેમાં રંગબેરંગી લાઈટીગથી શણગારેલ કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા હતા.આયોજક કમીટી તથા સ્વયંસેવકો દ્વારા મુસ્લીમ બિરાદરોમાં ઠંડા પીણા,શરબત,દૂધની વાનગી બનાવી દાન પુણ્ય કરાયા હતા.

રાણપુર
મોહરમ પર્વના તહેવાર નિમિત્તે સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં વર્ષોથી મોહરમ પર્વ નિમિત્તે ભવ્ય તાજીયા ઝુલુસ કાઢવામાં આવે છે અને આસપાસના પંથકના હજારો લોકો આ તાજીયા જૂલુસ જોવા માટે ઉમટી પડે છે ત્યારે આજરોજ મોહરમ પર્વ નિમિત્તે રાણપુર શહેરમાં ભવ્ય તાજીયા જુલુસ નીકળ્યા હતા. આંબલીયા ચોરા, કાકરીયા ચોરા તેમજ દેસાઇવોરા ચોરા આ ત્રણેય સ્થળેથી તાજીયા ના ભવ્ય જુલુસ નીકળ્યા હતા મોટી સંખ્યામાં લોકો તાજીયા જૂલુસ જોવા માટે ઉમટી પડ્યા હતા હિંન્દુ -મુસ્લિમ કોમીએકતા સાથે રાણપુર શહેરમાં ભવ્ય તાજીયા જૂલુસ નીકળ્યા હતા જેમાં રાણપુર શહેર સહિત રાણપુર પંથકના હજારો લોકો આ તાજીયા જોવા માટે ઉમટી પડ્યા હતા સાથે લોકમેળો પણ યોજાયો હતો જ્યારે મોહરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઠેર-ઠેર સરબત, છાસ, નાસ્તો, ચણા-બટેકા,રગડો,સેવખમણી સહીત વિવિધ નાસ્તાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.શાંતિપૂર્ણ રીતે રાણપુર શહેરમાં મોહરમ પર્વની તાજીયા જુલુસની ઉજવણી કરવામાં આવી હતી.

ગોંડલ
ગોડલ માં સુન્ની મુસ્લિમ જમાત અને શહીદે કરબલા કમિટી દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા 29 આસુરા ના નમાઝ અદા કરી અને કરબલા ના શહીદોને અંજલી અર્પણ કરવામાં આવી હતી 17 જુલાઈ એ બપોર બાદ 5:00 વાગ્યે વિશાળ જુલુસ ચોરડી દરવાજા થી પ્રસ્થાન થયું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અને નગરપાલિકા ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને સદસ્યો, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઇને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાજિયામાં વિવિધ આશરે નાના મોટા 23 જેટલા કલાત્મક તાજીયા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું તાજીયા યા હુસેનના નારા સાથે પડમાં આવ્યા હતા મુસ્લિમો આંસુરા ના નમાઝ અદા કરી અને કરબલાના શહીદોને ને ઇમામ હુસેનને એમના પરિવારજનોને અંજલી અર્પણ કરી હતી.]

મોટી પાનેલી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ પવિત્ર મહોરમ નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયા નું સુંદર કલાકૃતિ તૈયાર કરવામાં આવેલશહીદે કરબલાની યાદ અપાવતા તાજીયા ને આજે પળમાં લાવવામાં આવેલ જે નિમિતે હિન્દૂ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહી તાજિયાના દર્શન કરેલ સાથેજ તાજીયાને શ્રીફળ અને પળીની પ્રસાદી અર્પણ કરેલ આ તકે સમસ્ત મુસ્લિમ સમાજ વતી પ્રમુખ ઇશાકભાઈ સોરાએ આગેવાનોને આવકારી સરબતથી સ્વાગત કરવામાં આવેલ મોટી પાનેલીમાં વર્ષો વર્ષ દરેક તહેવારમાં ભાઈચારા ની પવિત્ર ભાવના જોવા મળે છે.

ધોરાજી
ધોરાજી ખાતે મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સૈયદ સીરાજી માતમની કયુમ બાવા એ બનાવેલ ચાંદીની સેજ મુબારક આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સૈયદ રુસ્તમ તાજીયા માતમના અને કયુમ બાવા ની સેજ માં હજારો હિન્દુ મુસ્લિમો એ શ્રીફળ વધેરી અને મન્નત ચડાવી હતી બપોરે 4 વાગ્યે સૈયદ રુસ્તમ માતમના જાવિદ્ બાપુ રુસ્તમ વાલા અને સૈયદ બશીર મિયા બાપુ રુસ્તમ વાલાની ઉપસ્થિતિમાં 100 જેટલા તાજીયા નું વિશાળ જુલૂસ નીકળ્યું હતું જે ખ્વાજા સાહેબ દરગાહ ખાતે પૂર્ણ થયું હતું.

Tags :
gujaratgujarat newsMuharramSaurashtraTazia
Advertisement
Next Article
Advertisement