For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

100 હોટલ-રેસ્ટોરાંમાંથી કરોડોની કરચોરી ઝડપાઇ

11:40 AM Dec 13, 2023 IST | Sejal barot
100 હોટલ રેસ્ટોરાંમાંથી કરોડોની કરચોરી ઝડપાઇ

દિવાળીના તહેવારો બાદ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનાં 100 થી વધુ હોટેલ-રેસ્ટોરાંમાં જીએસટી વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન અંદાજે રૂા.25 કરોડની કરચોરી ઝડપાયેલ છે. બે દિવસ દરમિયાન ચાલેલી તપાસમાં હોટેલોમાં ઉંચા ભાડા વસુલી બીલ નીચા અપાયા હોવાનું તેમજ રેસ્ટોરન્ટોમાં પણ ઉંચી રકમ વસૂલી ઓછી રકમના બીલ બનાવાયા હોવાનું ખુલ્યું હતું.
અમદાવાદની 38 હોટલો પર જીએસટીની ટીમે દરોડા પાડ્યા બાદ હવે હોટલ અને રેસ્ટોરંટ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. એકસો હોટલ- રેસ્ટોરંટ સંચાલકો દ્વારા પાંચ કરોડથી વધુની જીએસટી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી સંભાવના છે.
હોટલના સંચાલકો દ્વારા લાખો રૂપિયા ભાડુ વસુલવામાં આવ્યું હતું. જ્યારે તેના સામે ભરવાના થતા ટેક્સ અને જીએસટીની ચોરી હતી. જેને પગલે જીએસટીના અધઇકારીઓ અમદાવાદની આવી 38 હોટલો પર દરોડા પાડીને 10 કરોડ રૂૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી હતી. ત્યાર બાદ ડ્રાયફ્રુટના વેપારી પર દરોડા પાડીને 25 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી હતી.
જીએસટીના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે માત્ર અમદાવાદ જ નહિ પરંતુ રાજયભરની હોટલ અને રેસ્ટોરંટના સંચાલકો દ્વારા મોટા પાયે જીએસટી ચોરી કરવામાં આવી છે. જેને પગલે અધિકારીઓએ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની એકસોથી વધુ હોટલ અને રેસ્ટોરંટ પર દરોડા પાડીને હિસાબો ચેક કરવાની કવાયત શરૂૂ કરી છે. પ્રાથમિક તપાસમાંજ હોટલ સંચાલકો બિલ વગર વ્યવહારો કરીને પાંચ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાના કરોડો રૂૂપિયાની કરચોરી સામે આવી તેવી પ્રબળ સંભાવના છે. જીએસટી ભવન ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ હવે નાના શહેરોની હોટલ અને રેસ્ટોરંટમાં પણ જીએસટી ચોરી કરવામાં આવતી હોવાથી ત્યાં પણ દરોડા પાડવામાં આવશે.ઘણા લાંબા સમયથી સ્ટેટ જીએસટીના અધિકારીઓની બાતમી મળતી નથી. જેને પગલે ગાંધીનગરથી અધિકારીઓને બાતમીદારોન એક્ટીવ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશન પગલે અધિકારીઓએ નારાજ બાતમીદારોને મનાવી એક્ટીવ કરવા માટેની કવાયત શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement