વેરાવિભાગનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ, વેરાની આવક 400 કરોડને પાર
આજે વધુ 4 મિલકત સીલ, સ્થળ પર રૂા. 69.95 લાખની વસુલાત
મનપાના વેરાવિભાગની રિકવરી ઝુંબેશ સફળ થઈ હોય તેમ વાર્ષિક લક્ષ્યાંક 400 કરોડ આજે પૂર્ણ થયો છે. છતાં વેરાવિભાગે વધુ ચાર મિલ્કત સીલ કરી આજે સ્થળ ઉપર રૂપિયા 69.95 લાખની વસુલાત કરી હતી.
મનપાના વેરાવિભા દ્વારા વી.પી.રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.52,955, વી.પી.રોડ પર આવેલ ’મારૂૂતિ કોમ્પ્લેક્ષ” થર્ડ ફલોર -309 ને સીલ કરેલ છે.(સીલ), અમરનગર ઇન્ઙ એરીયામાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.50,000, બજરંગચોકમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.55,000, બાપુગનરમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.1.27 લાખ, કાંતા વિકાસ ગૃહ રોડ પર આવેલ ’આરાઘના કોમ્પ્લેક્ષ’ ફર્સ્ટ ફલોર શોપ નં-107 ની નોટિસ સામે રીકવરી રૂૂ.73,180, બેડીનાકા રોડ પર આવેલ ’જય ભગવાન’ ને સીલ કરેલ છે.(સીલ), રજપુતપરા મેઇન રોડ પર આવેલ ’અક્ષર ચેમ્બરર્સ’ ફોર્થ ફલોર-409 ને સીલ કરેલ છે.(સીલ), રજપુતપરામાં 1-યુનિટને સીલ કરેલ છે.
(સીલ), કોઠારીયા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.05 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.54,500/- નો ચેક આપેલ, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.53,000/- નો ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ પશુરામ સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવકરી રૂૂ.57,720, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.51,000નો ચેક આપેલ હતો. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.