વેરા વિભાગનો સપાટો વધુ 4 મિલકત સીલ, 9 આસામીઓને જપ્તીની નોટિસ
સીલિંગથી બચવા 22 આસામીઓએ સ્થળ ઉપર 46.46 લાખનો વેરો ભરપાઇ ર્ક્યો
મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મિલક્ત વેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનમાં સાત વોર્ડમાં 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ સીલીંગ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી વધુ ચાર મિલ્કત સીલ કરી 9 મિલક્ત ધારકોને જપ્તીની નોટીસ ફટકારી હતી. રીકવરી ઝુંબેશ દરમિયાન સિલિંગથી બચવા 22 આસામીઓએ સ્થળ ઉપર રૂા.46.46 લાખનો મિલક્ત વેરો ભરપાઇ કરયો હતો.
મનપાના વેરા વિભાગ દ્વારા રૈયા રોડ પર આવેલ 1-યુંનીટ ની નોટિસ સામે રીકવરી રૂૂ.4.27 લાખ. સદગુરૂૂ નગર માં આવેલ 1-યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂ.30,000/- ટાગોર રોડ પર આવેલ ફર્સ્ટ ફ્લોર શોપ નં-1 માં નોટિસ આપેલ. મહાદેવ વાડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂૂ.59,020/- ગુરૂૂ પ્રસાદ ચોક માં આવેલ 1-યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂૂ.88,170/- મવડી રોડ પર આવેલ 1-યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂૂ.62,064/- મવડી રોડ પર આવેલ 1- યુનિટ ની નોટિસ સામે રીકવરી રૂૂ.56,120/- ઓમ ઉદ્યોગનગર વિસ્તાર 2-યુનિટ ને નોટિસ આપેલ. કે.પી.ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટ ને નોટિસ આપેલ. કોઠારિયા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.53,020/- 40 ફૂટ મેઇન રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.58,800/- ન્યુ નેહરૂૂ નગર માં આવેલ મહાવીર એન્ટરપ્રાઈઝ સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.4.17 લાખ.. બોલબાલા રોડા પર આવેલ 1- યુનિટને નોટીસ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.00 લાખ કરી હતી. તા:-02-12-2024 થી આજ રોજ બપોરે 1:00 કલાક સુધી માં 4 -મિલ્કતોને સીલ કરેલ તથા 9 - મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ રીકવરી રૂા. 46.46લાખ રીકવરી કરેલ છે. આ કામગીરી મેનેજર સેન્ટ્રલ ઝોન,વેસ્ટ ઝોન,ઇસ્ટ ઝોન તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા નાયબ કમિશ્નર સી.કે.નંદાણીયા તથા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.