વેરાવિભાગે રૂા. 60.50 લાખની વસુલાત કરી બાકીદારોની 25 મિલકતો કરી સીલ
- રહેણાકનું એક નળજોડાણ કટ, સ્થળ ઉપર રૂા. 60.50 લાખની વસુલાત
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 25 મિલ્કતો સીલ કરી 15 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી એક નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 60.50 લાખની વેરાવસુલાત કરી હતી જેના લીધે મનપાની ચાલુવર્ષની વેરાની આવક રૂા. 341.29 કરોડને પાર થઈ ગઈ છે.મનપા દ્વારા આજે માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલ 2-યુનિટ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.62,769, માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલ શોપ નં-એ/28ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, મહીકા રોડ પર આવેલ સેવક ગોલ્ડ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂપિયા 1.00 લાખ, આજી ડેમ પાસે ભાવનગર રોડ પર આવેલ તુલસી પાર્ક શોપ નં -2 ને સીલ મારેલ, ગ્રીનલેન્ડ ચોકડી તરફ આવેલ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટશોપ નં-46 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.28,000, થ્રી કોલેજ વાડી માં એકતા અપર્મેન્ટ સેકંડ ફ્લોર-201 ના નળ કનેકસન કપાત કરતા રિકવરી રૂૂ.50,000, વિજય પ્લોટમાં શેરી નં-11માં એક્યુમેન એન્જી નજીક 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.10 લાખ, વિજય પ્લોટ-13માં શેરી નં-1માં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.40 લાખ, વિજય પ્લોટ-માં શેરી નં-14માં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.41,000, વિજય પ્લોટ શેરી નં -7/8માં કનૈયા ડેરી ફાર્મ ને નોટીસ સામે રિકવરી 1.30 લાખ, કાલાવડ રોડ પર આવેલ અંકિતા પાસે આવેલ યોગી પાર્ક શેરી નં -5 ની 1-યુનિટ ની નોટીસ સામે રિકવરીરૂૂ.1.75 લાખ, મવડી પાર્ટી પ્લોટ સામે ક્રેસટોન કોમ્પ્લેક્ષમાં ફોર્થ ફ્લોર પર ઓફીસ નં-401 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.93 લાખ. કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાસે પબ્લિક હાઉસીંગ રુદ્ર ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.21 લાખ. બાપા સીતારામ ચોક નજીક રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ખોડીયાર પણ એન્ડ કોલ્ડડ્રીન્કસ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.35,000, કાલાવડ રોડ પર રંગોળી પાર્ક સામે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ના ઓફીસ નં-163 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ.1.46 લાખની વસુલાત કરી હતી. મનપા દ્વારા વાવડી વિસ્તાર પરિન ફર્નીચર ની પાછળ આવેલ રામેશ્વર ઇન્ડ એરિયામાં પ્લોટ નં-13/પી પુરવા શોપ નં-1 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.73,570, મવડી મેઈન રોડ પર આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર શોપ-2 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.90,869, સમ્રાટ ઇન્ડ એરિયામાં 1-યુનિટને નોટીસ આપેલ હતી.