વેરાવિભાગે રૂા. 48.31 લાખની ઉઘરાણી કરી 19 મિલકતો કરી સીલ
4 નળ કનેક્શન કપાત, 10 આસામીઓને ફટકારાઈ જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજ રોજ ત્રણેય ઝોનમાં અલગ અગ ટીમો દ્વારા પઠાણી ઉઘરાણી કરી રૂા. 48.31 લાખની વેરાવસુલાત કરી હતી. તેમજ 19 મિલ્કત સીલ કરી 4 નળ કનેક્શન કાપી 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી હતી.
મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા ભાવનગર રોડ પર આવેલ 1-નળ કનેક્શન ક્પાત કરતા રીકવરી રૂૂ.52,600, ન્યુનગર સોસાયટીમાં 1- નળ કનેક્શન ક્પાત કરતા રીકવરી રૂૂ.65,920, સોની બજારમાં 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.15 લાખ, ખત્રીવાડ મેઇન રોડ પર આવેલ 1-યુનિટ સીલ, વર્ધમાન નગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.63,350, પેલેસ રોડ પર આવેલ 5-યુનિટ સીલ, સોની બજારમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.97 લાખ, સોની બજારમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.19 લાખ, સોની બજારમાં 3-યુનિટ સીલ, મવડી વિસ્તારમાં 1-યુનિટ સીલ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 3-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, સમ્રાટ ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે ચેક આપેલ, નવરંગપરામાં 1-યુનિટ સીલ, મવડી વિસ્તારમાં 1-યુનિટની નોટીસ સામે ચેક આપેલ હતો.
મનપાના વેરાવિભાગે કોઠારીયા બાયપાસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, આજી.જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 1-યુનિટ સીલ, આજી.જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 1-યુનિટને નોટીસ આપેલ, રામનગર ઉદ્યોગ ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, આજી.જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, વિવેકાનંદ નગરમાં 2-નળ કનેક્શન ક્પાત કરતા રીકવરી રૂૂ.1.04 લાખ, ગોકુલનગરમાં 1-યુનિટને નોટીસ આપેલ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી, કુલ 3,71,463 મિલ્કત ધારકોએ 316.70 કરોડ વેરો ભરેલ હતો.