વેરા વિભાગે સિલિંગ કાર્યવાહી કરતા સ્થળ પર રૂા.31.01 લાખની વસૂલાત
વધુ 3 મિલકત સીલ, રહેણાંકનું એક નળ જોડાણ કપાયું
મનપાના વેરા વિભાગ દ્વારા મિલ્કત વેરો બાકી હોય તેવા આસામીઓ વીરૂદ્ધ કડક રીકવરી ઝુંબેશ શરૂ કરી છે. જે અર્તગર્ત આજ રોજ 7 વોર્ડમાં બાકી દારો વિરૂદ્ધ કાર્યવાહી કરી ત્રણ મીલ્કત શીલ કરી હતી તેમજ રહેણાંકનું એક નળ જોડાણ કાપી સ્થળ રૂા.31.01ની વેરા વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘ખોડીયાર હોટેલ’ સીલ મારેલ.(સીલ), ભીચરીના નાકા પાસે આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.5.99 લાખ.જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.00 લાખ.જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.65 લાખ. બ્રાહ્મનિયાપરા મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.35 લાખ.સંત કબીર રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત.રતનદીપ સોસાયટી મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.18 લાખ.ઢેબરભાઈ રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ.(સીલ), સોનીબજારમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.13 લાખ. અમરનગર માં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.40,000/-અમરનગર માં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.16 લાખ. આંબેડકર નગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.30,000/-,બાપુનગરમાં 1-યુનિટને સીલ મારેલ.(સીલ),80 ફૂટ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.52,318 કરી હતી.