રહેણાક વિસ્તારમાં વેરાવિભાગ ત્રાટક્યું, પાંચ નળ જોડાણ કટ, 20 મિલકત સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા આજે બાકીદારો વિરુદ્ધ હવે વર્ષ પુરુ થવાને એકમાસનો સમય બાકી હોય કડક ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ખાસ કરીને રહેણાકની મિલ્કતનો 25 હજારથી વેરો બાકી હોય તેવા મિલ્કત ધારકો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરી આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 4 બાકીદારોના નળ જોડાણ કટ કરી 20 મિલ્કતો સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 75.04 લાખની વસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા આજદે ભક્તિનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000/-, પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.75,000/-, બંગડી બજારમાં આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.60 લાખ, દિવાનપરામાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.02 લાખ, રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.11 લાખ, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ 1-યુનિટ સીલ, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.74 લાખ, અમીન માર્ગ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.5.66 લાખ, અમીન માર્ગ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.5.92 લાખ, નાનામોવા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.09 લાખ, ઘી કાંતા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.30 લાખ, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.30.56 લાખની વસુલાત કરી હતી.