વેરા શાખા દ્વારા વધુ 11 બાકીદારોની મિલકતને તાળાં, 5ના નળ કનેક્શન કાપ્યા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024- 25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 11-મિલકતોને સીલ મારેલ તથા 10-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રૂૂા.15.92 લાખની રીકવરી કરવામાં આવી હતી.વેરા શાખા દ્વારા વોર્ડ નં-2માં રૈયા રોડ પર આવેલ ’ધ સીટી સેન્ટર’થર્ડ ફ્લોર શોપ નં .335ને સીલ મારેલ, સદગુરુ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં 27 બાકી માંગણા સામે રૂૂ. 98.000ને રીકવરી, 1-યુનીટને સીલ મારેલ, હનુમાનમઢી પાસે આવેલ 1- યુનીટનાં બાકી માંગણા સામે રૂા.59000ની રિકવરી, જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં -7 ને શોપ નં -6 ને શોપ નં -107 ને સીલ મારેલ. શ્રમજીવી સોસાયટીમા માંગણા સામે રૂૂ.98,367/- રૈયા રોડ પર રૂૂ.62,730/- રિકવરી કરેલ અને મોચી બજારમાં આવેલ ’ગોકુલ કોમ્પલેક્ષ’ થર્ડ ફ્લોર શોપ નં-314 ને સીલ મારેલ. વોર્ડ નં-3 દરબારગઢ મેઈન રોડ પર બાકી માગના સામે રૂૂ.66,246/-ની રિકવરી કરેલ અને દાના પીઠ લાભ ચેમ્બર્સમાં થર્ડ ફ્લોર શોપ નં -308 ને સીલ મારેલ. વોર્ડ નં-4માં કુવાડવા રોડ પર આવેલ માંગણા સામે સીલની કાર્યવાહી રૂૂ.50,000/-ની વોર્ડ નં-5માં શક્તિ સોસાયટી મેઇન રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત કરતાં રૂૂ.70,500/-ની રિકવરી કરેલ. વોર્ડ નં-8માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ક્રિસ્ટલ કોમર્શિયલ કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સીલ મારેલ. વોર્ડ નં-13માં ઉમાકાન્ત ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂૂ.3.90 લાખની રિકવરી કરી હતી. વોર્ડ નં-14માં કાન્તા શ્રી વિકાસ ગૃહ રોડ પર આવેલ ’આરાધના કોમ્પ્લેક્ષ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101, શોપ નં-107ને અને શોપ નં-108 ને સીલ મારેલ. વોર્ડ નં-15માં નવા થરોળા વિસ્તારમાં સર્વોદય સોસાયટી બે નળ કનેક્શન કપાત કરતાં પીડીસી ચેક આપેલ. વોર્ડ નં-16માં કોઠારીયા મેઈન રોડ પર આવેલ મણી નગરમાં 1-નળ કનેક્શન કપાત કરેલ. વોર્ડ નં-18માં ઢેબર રોડ પર બાકી માગણા સામે રૂૂ.55,000 અને ગોંડલ રોડ પરા સીલની કાર્યવાહી કરતાં રૂૂ.30,000ની રિકવરી કરાઇ હતી.આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.