ભુજનાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી જીંદગીનો જંગ હારી, મિશન રહ્યું નિષ્ફળ
ભુજનાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી જીંદગી સામેની જંગ હારી છે. દીકરીનું મૃત્યું થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈન્દિરા મીણા નામની યુવતીનું મોત થયું છે. NDRFની ટીમે રોબોટીક ટેકનોલોજીની મદદથી મૃતદેહ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. મૃતદેહ બોરવેલમાં ફૂલી ગયો હોવાથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.
ભુજના કંઢેરાઈ ગામે ગઈ કાલે (6 જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ હાલ BSF, ફાયર બ્રિગેડ સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફૂટ જ બાકી હતાં. પરંતુ, રેસ્ક્યુ ટીમના સાધનોમાંથી યુવતી છટકી જતાં તે પાછી બરોવેલમાં નીચે સરકી ગઈ હતી. જોકે, કમનસીબે બોરવેલમાં પડેલી દીકરી જીંદગી સામેની જંગ હારી છે. દીકરીનું મૃત્યું થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.