વેરા વળતર યોજનાથી મનપાની તિજોરી છલકાઈ, 6 દિ’માં રૂા. 23.19 કરોડની આવક
મહાનગરપાલિકાના હદમાં આવેલ 5.30 લાખ મિલ્કતો પૈકી બે લાખથી વધુ મિલ્કત ધારકો દર વર્ષે મિલ્કતવેરા વળતર યોજનાનો લાભ લઈ વેરો ભરપાઈ કરી વળતર મેળવી રહ્યા છે. આ વર્ષે પણ તા. 9 એપ્રિલના રોજ વેરાવળતર યોજનાશરૂ થતાં જ ઓનલાઈન અને ઓફલાઈન વેરો ભરવા માટે પ્રમાણીક કરદાતાઓએ ભારે ધસારો બોલાવ્યો હતો. આજે બપોર સુધીમાં એટલે કે, છ દિવસમાં કુલ 44490 કરદાતાઓએ વેરાવળતર યોજનાનો લાભ લઈ લવેરો ભરપાઈ કરતા મહાનગરપાલિકાને રૂા. 23.19 કરોડની વિક્રમી આવક થઈ હતી. જેના લીધે વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવામાં સરળતા રહેશે અને સમયસર પુરો થઈ જશે તેમ વેરાવિભાગે જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-15-04-2025ના રોજ 1:30 વાગ્યા સુધીમાં કુલ-44,409 કરદાતા દ્રારા રૂૂ.23.19 કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ 36,138 કરદાતા દ્રારા ઓનલાઇન રૂૂ.18.79 કરોડ તથા 8,271 કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂૂ.4.40 કરોડ આવક થયેલ છે. સદરહું કુલ વેરામાં 28.79 કરોડ જેટલી માતબર રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે મિલ્કતવેરા તથા પાણી વેરો સ્વીકારવામાં આવે છે.સદરહું બાબતે ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસમાં છાંયડા,પીવાના પાણી તથા જરૂૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવેલ છે.