મોરબી મહાપાલિકામાં ટેક્ષ કલેક્શન સેન્ટરનો પ્રારંભ
ઓનલાઇન માટે ટૂંક સમયમાં એપ્લિકેશન શરૂ કરાશે
મોરબી મહાપાલિકા કચેરીમાં આજથી ટેક્સ કલેક્શન યુનિટ શરૂૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેથી ત્રણ દિવસમાં ક્લસ્ટર ઓફિસે પણ વેરો ભરવાની સુવિધા શરૂૂ કરાશે. સાથે ટૂંક સમયમાં લોકો ઘરે બેઠા વેરો ભરી શકે તે માટે વેબસાઈટ અને એપ્લિકેશન પણ શરૂૂ કરાશે તેવી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ આ અંગે જણાવ્યું કે અગાઉ વેરા વસુલાતની કામગીરીમાં સર્વરની સમસ્યા આવતી હતી. હવે આપણી પોતાની સિસ્ટમ હોવાથી આ સમસ્યા નહિ સર્જાય. ઈ-નગરની કામગીરી પૂર્ણ થતાં નવી ટેક્સ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. મહાપાલિકામાં વેરો ભરનાર નાગરિકોને સુવિધા મળે તેના માટે ટેક્સ કલેક્શન યુનિટની સ્થાપના કરવામાં આવી છે. જેમાં સારી સીટીંગ વ્યવસ્થા છે. પીવાના પાણીની વ્યવસ્થા છે. કેશિયરને પણ સારી વ્યવસ્થા મળશે. વેરો ભરવાની સેવા મહાપાલિકાની મુખ્ય કચેરી અને સિટી સિવિક સેન્ટરમાં શરૂૂ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં દરેક ક્લસ્ટરના ટેકસ રિકવરી ઓફિસરોને તાલીમ આપવામાં આવશે. બાદમાં બેથી ત્રણ દિવસ પછી ક્લસ્ટર ઓફિસમાં પણ નાગરિકો વેરો ભરી શકાશે. આ ઉપરાંત ટૂંક સમયમાં એપ્લિકેશન અને સોફ્ટવેર શરૂૂ કરી નાગરિકો ઘરે બેઠા વેરો ભરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.