For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તથ્ય પટેલ અને તેના કાકાએ નકલી દસ્તાવેજોના આધારે વીમો મંજૂર કરાવ્યો

05:05 PM Dec 22, 2023 IST | Sejal barot
તથ્ય પટેલ અને તેના કાકાએ નકલી દસ્તાવેજોના આધારે વીમો મંજૂર કરાવ્યો

તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ ઉપર જે જીવલેણ અકસ્માત કર્યો હતો તેનાં પહેલાં પણ તે વધુ બે અકસ્માતમાં સંડોવાયેલો હતો, અને તે અકસ્માતમાં વીમાનો ક્લેઇમ મંજૂર કરાવવા તથ્ય પટેલ અને તેના કાકા સંજય ઉર્ફે મોન્ટુ પટેલે બોગસ અને નકલી દસ્તાવેજો ઉભાં કર્યા હતા તે બદલ આ કાકા-ભત્રિજા વિરુદ્ધ વધુ બે એફઆઇઆર નોંધાઇ શકે છે.
તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ ઉપર જે ગોઝારો અકસ્માત કર્યો હતો તે પહેલાં પણ તેણે વધુ બે એક્સિડન્ટ કર્યા હતા અને તેની તપાસ ટ્રાફિક પોલીસના એન ડીવીઝનના પોલીસ અધિકારી કરી રહ્યા હતા અને તે અકસ્માતની વિગતોની પૂછપરછ દરમ્યાન આ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
અગાઉના બે અકસ્માતની તપાસ કરી રહેલાં તપાસ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે તથ્ય પટેલે તેની જગુઆર કારમાં સાંતેજ પાસે એક અકસ્માત કર્યો હતો અને તે સમયે તેણે ખોટું નિવેદન આપીને તાતા એઆઇજી કંપની પાસે રૂ. 14 લાખનો ક્લેઇમ મંજૂર કરાવી લીધો હતો. આ અકસ્માતમાં તેણે અકસ્માતના ઘટના સ્થળ વિશે ખોટું નિવેદન આપ્યું હતું.
બીજી બાજુ સિંધુ ભવન પાસે આવેલાં એક કાફેની દિવાલમાં તથ્ય પટેલે તેની થાર જીપને અથડાવી તે કેસમાં પણ તેણે વીમા કંપની સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું. વીમા કંપનીને જે દસ્તાવેજ રજૂ કરાયા હતા તેમાં એમ જણાવવામાં વ્યું હતું કે થાર જીપ સંજય પટેલ ચલાવતો હતો, પરંતુ એફઆઇઆરની વિગતો અનુસાર થાર જીપનો ડ્રાઇવર તથ્ય પટેલ પોતે હતો.
તથ્ય પટેલની સામે હાલ બે એફઆઇઆર તો નોંધાયેલી જ છે ને હવે પોલીસ બોગસ અને નકલી દસ્તાવેજ રજૂ કરવા બદલ અને વીમા કંપની સમક્ષ ખોટુ નિવેદન નોંધાવવા બદલ તથ્ય પટેલ અને તેના કાકા મોન્ટુ પટેલ વધુ બે એફઆઇઆર નોંધવાનું વિચારી રહી છે. આ બે અકસ્માતમાં વીમાની રકમ ચાંઉ કરી જવા માટે ખોટા દસ્તાવેજ રજૂ કરવાની અને ખોટા નિવેદન નોંધાવવાની તમામ વિગતો હાઇકોર્ટમાં સરકાર વતી કેસ લડી રહેલાં સરકારી વકીલે પણ પોલીસ પાસે માંગી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement