તસ્મૈ શ્રી ગુરુવે નમ: RSSના કાર્યકર્તા ભગવા ધ્વજને જ કેમ માને છે ગુરુ ? જાણો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકો કોઈ વ્યકિતને બદલે ભગવા ધ્વજને જ પોતાના માર્ગદર્શક અને ગુરૂૂ માને છે. જયારે સંઘના સ્થાપક ડો. હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી ત્યારે અનેક સ્વયંસેવકો ઈચ્છતા હતા કે સંસ્થાપક ના નાતે તેઓ જ આ સંગઠનના ગુરૂૂ બને. આ આગ્રહ છતા ડો. હેડગેવારજીએ હિન્દુ સંસ્કૃતિ જ્ઞાન, ત્યાગ અને સંન્યાસનાં પ્રતિક ભગવા ધ્વજને જ ગુરૂૂ ના રૂૂપમાં પ્રતિષ્ઠીત કરવાનો નિર્ણય કર્યો. હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે વ્યાસ પૂર્ણિમામાં ગુરુપૂર્ણિમાના દિવસે સંઘસ્થાને એકત્રીત થઈ સેો સ્વયંસેવકો ભગવા ધ્વજનું વિધિવત પૂજન કરે છે અને ગુરુદક્ષિણા કરે છે. તેના મુખ્ય બે ઉદ્દેશ છે પ્રથમ પ્રાચીન ભારતની એ ગુરુ શિષ્ય પરંપરાને આગળ વધારવી જેમાં શિક્ષણ પૂર્ણ થયા બાદ તમામ શિષ્ય આદર અને કૃતજ્ઞતા ભાવથી પોતાના ગુરુને યથાશક્તિ દક્ષિણા આપતા હતા આમાં ધન કરતા કૃતજ્ઞતા નું મહત્વ વધારે હોય છે ગુરુપૂજન કાર્યક્રમ ઉજવવામાં આવે છે.
ગુરુદક્ષિણા કાર્યક્રમની અવધરણ સંઘના પ્રારંભિક કાળમાં જ થઈ હતી. તેના મુખ્ય બે ઉદેશો હતા પ્રથમ સંગઠનના વિસ્તાર માટે સંગઠનની અંદરથી જ ધન વ્યવસ્થા કરવી. અને બીજું એવું સ્થાપિત કરવું કે સંઘમાં ભગવો ધ્વજ સર્વોચ્ચ ગુરુ છે સમયાંતરે ગુરુદક્ષિણા કાર્યક્રમ જે સ્વયંસેવકોસંઘ શાખામાં નિયમિતપણે આવી શકતા નથી તેમને વર્ષમાં એક વાર સંઘ સાથે જોડવાનું સશક્ત માધ્યમ બની ગયો.
સંઘની સ્થાપના 19રપ ના દીવસે થઈ. ત્રણ વર્ષ બાદ સંઘે 19ર8 માં પ્રથમ વખત ગુરૂૂપૂજન નુ આયોજન કર્યું હતુ. ત્યારથી માંડી આજદિન સુધી આ પરંપરા અબાધ રીતે ચાલતી આવી છે અને ભગવોધ્વજ સંઘમાં સર્વોચ્ચ સ્થાને બીરાજે છે.
લંકા ઉપર આક્રમણ કરતા સમયે ભગવાન રામે રધુવંશની ધજા હેઠળ યુધ્ધ કર્યું હતું. કર્મ અને સ્કંધપૂરાણો અનુસાર રધુવંશનો ધ્વજ પર ત્રણ ત્રીજયા અંકીત હતી. જે અગ્નિની જવાળાઓ સમાન હતી. તેના પર તેના કૂળદેવતા સૂર્યની છબી અંકીત હતી. તેમની પુષ્ટભૂમી લાલ હતી.
યુધ્ધભૂમીમાં પ્રસ્થાન કરતા પહેલા યોધ્ધા પોતાના હાથોથી પોતાના રથ પર ધ્વજ લગાવતા હતા. મહાભારત કાળમાં અર્જુન યુધ્ધભૂમી પર જતા પહેલા પોતાના રથ નંદીઘોષની પરીક્રમા કરતા ત્યારબાદ કવચ ધારણ કરી પોતાની કપી ધ્વજા ફરકાવતા હતા. જેના ઉપર હનુમાનની છબી અંકીત હતી.
ભગવા ધ્વજ ને સ્વયંસેવકોસાથે સમગ્ર રાષ્ટ્રીય આદર્શોના સર્વોચ્ચ પ્રતિકના રૂૂપમાં પ્રસ્તુત કર્યો તેથી અન્ય ભગિની સંસ્થાઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ ,વનવાસી કલ્યાણ આશ્રમ, ભારતીય કિસાન સંઘ વિશ્વ હિન્દુ પરિષદ વગેરે જેવી અનેક સંગઠનો એ ભગવા ધ્વજને અપનાવી લીધો છે દેશભરમાં સંઘની શાખાઓમાં તો વિશિષ્ટ આકારના ભગવા ધ્વજ દરરોજ ફરકાવવામાં આવે છે સંઘ પ્રેરિત સંગઠનો પણ પોતાના સાર્વજનિક સમારોહમાં કેસરી ધ્વજનો પ્રયોગ કરે છે. રાષ્ટ્રીય પ્રતિક રૂૂપે ભારતના કરોડો લોકોના મનમાં વિશિષ્ટ સ્થાન બનાવી ચૂક્યું છે.આમ ભગવા ધ્વજ નીચે સંઘ પરિવારના ભગિનીસંસ્થાઓ ના સ્વયંસેવકો શિક્ષિત થઈ સફળ સંગઠન ઊભું કરી રહ્યા છેઅને અનેક શિક્ષિત સ્વયંસેવકો દેશ માટે અને હિન્દુ સમાજ માટે અપરણિત રહી પ્રચારકો તરીકે નીકળ્યા છે તેમજ શિક્ષિત સ્વયંસેવકો દેશનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. અને આજે વિશ્વમાં ભારતનું નામ રોશન કરેલ છે. અને વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વાગેલ છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભગવાનો પ્રયોગ
રાષ્ટ્રીય ઝંડા સમિતિ-1931 ના રિપોર્ટ ના અંશો
બીજી એપ્રિલ 1931 માં કરાચીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠક થઈ હતી જેમાં એક પ્રસ્તાવ કરવામાં આવ્યો સાત સદસ્યોની એક સમિતિ તત્કાલીન ઝંડા ને લઇ ઉઠતા સવાલોના જવાબો શોધવા સાથે સાથે કોંગ્રેસ તરફથી દેશના એક નવા પ્રસ્તાવિત ઝંડા પર વિચાર આપવાની જવાબદારી પૂરી કરશે સમિતિ ને અધિકાર આપવામાં આવ્યો છે આ તમામ સદસ્યો સાથે 31 જુલાઈ 1931 સુધી પોતાનો અહેવાલ સોંપી દેવો. સમિતિ સદસ્ય1. સરદાર વલ્લભભાઈ પટેલ 2. મૌલાના અબ્દુલ કલામ આઝાદ 3 માસ્ટર તારા સિંહ 4 પંડિત જવાલાલ નેહરૂૂ 5 પ્રાચાર્ય ડીબી કાલેલકર 6. ડોક્ટર એનએસ હાર્દિક27 ડો. બી પટ્ટાભી સીતારમયા(સંયોજક)સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે વિશેષ કલાત્મક કે બિનસાંપ્રદાયિ કહોય અને રાષ્ટ્રીય ધ્વજ એક જ રંગનો હોવો જોઈએ માટે જે એક રંગ ભારતીયોમાં સૌથી વધુ સ્વીકૃત હોય જે દેશની પ્રાચીન પરંપરા સાથે મેળ ખાતો હોય તેવો રંગ હોવો જોઈએ અને તેઓ માત્ર એક જ એટલે કે ભગવો છે માટે ધ્વજ કેસરી રંગનું હોવું જોઈએ ઝંડા સાથેના યંત્રનો રંગ અલગ હોવો જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું સર્વ સંમતિથી તે ચીહન ચરખો પસંદ કરવામાં આવ્યો અને તેને ચક્ર સુધી લીલા રંગનું રાખવાનું નથી થયું.