For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટામવામાં ચક્કાજામ બાદ તાબડતોબ ટેન્કરો દોડ્યા

05:14 PM Mar 18, 2024 IST | Bhumika
મોટામવામાં ચક્કાજામ બાદ તાબડતોબ ટેન્કરો દોડ્યા
  • 25થી વધુ સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓએ રોડ બ્લોક કરતા પોલીસ દોડી, સમજાવટના અંતે મામલો થાળે પડ્યો

ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ પીવાના પાણીનો બોકાસો અનેક વિસ્તારોમાં બોલવા લાગ્યો છે. જેમાં ખાસ કરીને જ્યાં પાણીની લાઈનો પહોંચી નથી તેવા છેવાડાના વિસ્તારોમાં અત્યારથી જ પીવાના પાણી મુદદ્દે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે મોટા મૌવા વિસ્તારની 25થી વધુ સોસાયટીઓની મહિલાઓએ પીવાનું પાણી અને રસ્તા મુદ્દે હલ્લાબોલ કરી રોડ ઉપર ચક્કાજામ કરી દેતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા મનપાના અધિકારીઓ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી પાણીની જરૂરિયાત પુરી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Advertisement

ઉનાળાની શરૂૂઆત થતાં જ રાજકોટમાં પાણીની પારાયણ શરૂૂ થઈ ગઈ છે. આજે શહેરના મોટા મોવા વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને કાલાવડ રોડ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. આખરે દોડી આવેલી પોલીસે સમજાવતા પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ રસ્તો ખાલી કર્યો હતો. પાણીની સમસ્યાથી રોષે ભરાયેલી મહિલાઓએ કાલાવડ રોડ બ્લોક કર્યો હતો. આ દરમિયાન પોલીસ વાનની સાથે જ સિટી અને એસટી બસોને પણ ત્યાંથી પસાર નહતી થવા દેવામાં આવી. લગભગ અડધો કલાક સુધી ચાલેલા મહિલાઓના વિરોધ પ્રદર્શનના કારણે એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાઓને સમજાવવામાં આવતા વાહન વ્યવહાર પૂર્વવત થઈ શક્યો હતો અને જે વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો આવેલ નથી તેવા વિસ્તારોમાં ટેન્કરો ચાલુ કરાવવાની તેમજ રોડ-રસ્તાના કામો પણ ઝડપથી શરૂ કરવાની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો.

મોટામવાના તાજેતરમાં રાજકોટ મનપાની હદમાં ભળ્યા બાદ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ માટે મનપાએ અનેક પ્રકારની કામગીરી શરૂ કરી છે. છતાં ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન આપવામાં ન આવ્યા હોય તેવા વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે 25થી વધુસોસાયટીની મહિલાઓએ પાણી મુદ્દે ચક્કાજામનો કાર્યક્રમ આપતા અંતે તંત્ર દ્વારા નળ કનેક્શન ન મળે ત્યાં સુધી ટેન્કર ચાલુ રાખવાની ખાતરી આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement