For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયું

12:16 PM Aug 06, 2025 IST | Bhumika
ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયું

પોરબંદરની કંપની અને મરીન ઇમર્જન્સીના 50 ઇજનેરોની ટીમે પાર પાડયું ઓપરેશન

Advertisement

વડોદરા નજીક ગત તા.9 જુલાઇના રોજ ગંભીરા બ્રિજ તુટી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજયા હતા. જયારે છેલ્લા 27 દિવસથી બ્રિજ ઉપર લટકી પડેલ જોખમી ટેન્કરને અંતે ગઇકાલે સફળતા પુર્વક ઉતારી લેવામાં આવતા લાંબા સમયથી ચાલતી ઇન્તેજારીનો અંત આવ્યો છે અને સરકારને પણ મોટી રાહત થઇ છે.

ગત 9 જુલાઈના રોજ પાદરા નજીકના મુંજપુર ખાતે આવેલ ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ તૂટેલા પુલ પર જોખમી રીતે લટકી રહેલા ટેન્કરને આખરે મરીન ઈમરજન્સીની ટીમ દ્વારા એરકેપ્સ્યુલના બલુનમાં હવા ભરીને સલામત જગ્યાએ લાવવામાં સફળતા સાંપડી છે. હકીકતમાં પાદરા-આણંદને જોડતા બ્રિજનો એકભાગ અચાનક તૂટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલું ટેન્કર જોખમી રીતે લટકી પડ્યું હતુ.

Advertisement

આ લટકતા ટેન્કરને નીચે ઉતારવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી હત. જે અંતર્ગત વિશ્વકર્મા મરીન કંપની તેમજ મરીન ઈમરજન્સી ટીમના 50 જેટલા એન્જિનિયરો અને નિષ્ણાંત કર્મચારીઓ દ્વારા બલુન ટેક્નોલોજીની મદદથી હટાવવાની કામગીરી આરંભાઈ હતી.
જેના માટે ટેન્કરને મજબૂત કેબલ વડે બાંધી રાખવામાં આવી હતી. જ્યારે તેની નીચે બ્લેક કલરના મરીન બલુન મૂકવામાં આવ્યા હતા. જે બાદ બલુનમાં હવા ભરવામાં આવતા ટેન્કર ધીમે-ધીમે ઊંચું થઈ ગયું હતુ. આ સાથે જ કેબલથી ખેંચીને ટ્રકને બ્રિજ પર સલામત જગ્યાએ લાવી દેવામાં આવ્યું હતુ. જે બાદ ક્રેઈનની મદદથી ટેન્કરને સલામત રીતે બ્રિજના છેડે લાવવામાં આવ્યું હતુ.

આ અંગે વિશ્વકર્મા કંપનીના કેતનભાઈએ જણાવ્યું કે, નિષ્ણાંત ઈજનેરો સહિત આશરે 70 જેટલા લોકો આ ઑપરેશનમાં જોડાયા હતા. ટેન્કરને બહાર કાઢવા માટે વિશ્વકર્મા કંપની પર વિશ્વાસ રાખવા બદલ ગુજરાત સરકારનો આભાર. ટેન્કરને બહાર કાઢવાની કામગીરી પડકારજનક હતી, પરંતુ સૂઝબૂજ અને કૌશલ્યથી આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું તેનો સંતોષ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement