ટંકારાની જબલપુર પ્રા.શાળા સક્ષમ શાળા સર્વેક્ષણમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ
શિક્ષણ ક્ષેત્રે શાળાએ પોતાની પ્રતિષ્ઠા ફરી એકવાર સ્થાપિત કરી
શ્રી જબલપુર પ્રાથમિક શાળાએ વધુ એક ગૌરવભરી સિદ્ધિ હાંસલ કરી છે. આ શાળાએ સરકાર દ્વારા વર્ષ 2024/25 માટે કરાયેલ સક્ષમ શાળા સર્વેક્ષણમાં 89.33 ટકા રેટિંગ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સર્વે શિક્ષણ વિભાગ દ્વારા બાળકને શાળામાં મળતી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ભૌતિક સુવિધાઓના આધાર પર કરવામાં આવે છે.
આ સર્વેના અનુસંધાને જબલપુર પ્રાથમિક શાળાએ શિક્ષણ ક્ષેત્રે પોતાની પ્રતિષ્ઠા ફરી એકવાર સ્થાપિત કરી છે. શાળાની આ સિદ્ધિ માટે જખઈ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું હાર્દિક અભિનંદન કરાયું છે. શાળાના મુખ્યશિક્ષક એ જણાવ્યું કે આ સફળતાનું શ્રેય સમગ્ર શાળાની ટીમ વર્ક, મર્યાદિત સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયાસોને જાય છે. શાળાએ સંકલ્પ કર્યો છે કે આગળ પણ શિક્ષણક્ષેત્રે નવી ઊંચાઈઓને સ્પર્શશે અને અન્ય શાળાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.