ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિત

06:41 PM Jan 02, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમરેલીની ઘટનામાં જવાબદારો સામે દાખલારૂપ કામગીરી કરવા રાજકોટ જિલ્લા નારી સુરક્ષા સમિતિની માગણી

Advertisement

જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, મહામંત્રી સરલાબેન પાટડીયા, મંત્રી કૈલાસબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, સોની ભાવનાબેન જોગીયા, નિશાબેન સોલંકીની સંયુક્ત જણાવે છે કે ગુજરાતમાં દુષ્કર્મનું પ્રમાણ વધી રહ્યું છે અને નારી ઉપરના જુલ્મોના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલીની ઘટનામાં સરકારી તંત્ર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી અમરેલીમાં ભાજપના આંતરિક ડખ્ખામાં નિર્દોષ યુવતી ની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢવામાં આવ્યું છે તે બનાવને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. કાયદો કાયદાનું કામ કરશે એ વાતને અમે સમર્થન આપીએ છીએ પરંતુ બોગસ પત્રકાંડમાં ટાઈપિસ્ટ કામ કરતી પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારને જેમ સરઘસ કાઢવું એ કેટલે અંશે વ્યાજબી છે. પોલીસે મધરાતે ધરપકડ કરી છે સૂર્યાસ્ત પછી મહિલાઓની પોલીસ દ્વારા ધરપકડ કરી શકાતી નથી તેમ છતાં પોલીસે તેના રાજકીય ગોડ ફાધરોના હિસાબે આ પ્રકારનું પગલું ભર્યું હોય એવું સ્પષ્ટ જણાય છે. દીકરીને સાક્ષીને બદલે આરોપી બનાવી દીધી છે. વધુમાં ગુનેગાર ની માફક સરઘસ કાઢવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે નારી સુરક્ષાની વાતો વચ્ચે આ પ્રકારની મહિલાઓ પ્રત્યે જે સરકારની માનસિકતા છે તે છતી થઈ છે. વરઘોડા કે સરઘસ કાઢવા હોય તો દુષ્કર્મ કરનારા બળાત્કાર કરનારા આરોપીઓના વરઘોડા પણ પોલીસ કાઢતી નથી. આતંકવાદીઓના અને મોટા કૌભાંડમાં સંડોવાયેલા કે મોટા ગુનાઓમાં આરોપીઓને જ્યારે કોર્ટમાં કે પોલીસ મથકમાં રજૂ કરે છે ત્યારે બુરખાઓ પહેરાવી તેના મોઢા ઢાંકતી ગુજરાત પોલીસ મહિલાઓ પ્રત્યે આ પ્રકારની હરકત કરી છે તે ફક્ત પાટીદાર સમાજ જ નહીં પરંતુ દરેક સમાજની બહેન દીકરીઓ માટે શરમજનક કૃત્ય છે. આ અંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોટા મોટા ભાષણો કરે છે ત્યારે આ બાબતમાં તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરી તાત્કાલિક અસરથી દોષિત પુરવાર પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરી દાખલા રૂૂપ સજા કરે તેવી જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ની મહિલાઓની માંગ છે.

Tags :
gujaratgujarat newsWomen Empowermentwomen's safety
Advertisement
Advertisement