રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં શૌચાલય માટે લાંચ લેતા ઝડપાયેલા તલાટીને ચાર વર્ષની કેદ

11:10 AM Oct 09, 2024 IST | admin
Advertisement

8 વર્ષ પહેલા રૂા.2500ની લાંચ લેતાં ઝડપાયો’તો

Advertisement

ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ખેરાજભાઈ જેસાભાઈ ગોરડીયા નામના આસામીને વર્ષ 2016 ની સાલમાં સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવા માટે જરૂૂરી ફોર્મ મેળવ્યા બાદ આ ફોર્મની પૂર્તતા કરવા તેમજ સભ્ય સચિવ તરીકે સહી કરી આપવા માટે કજૂરડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભીખુભા બાલુભા જાડેજા સમક્ષ જતા તેમણે રૂૂપિયા 2,500 ની લાંચની માંગણી કરી હતી. જેને અનુલક્ષીને ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.

આથી જે-તે સમયે એ.સી.બી. પી.આઈ. હિમાંશુ દોશીએ અહીં લાંચનું છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશભાઈ સી. દવેની દલીલોને ગ્રાહ્ય રાખી, સેશન્સ જજ શ્રી એસ.વી. વ્યાસએ ઉપરોક્ત કેસને પુરવાર માનીને આરોપી ભીખુભા બાલુભા જાડેજાને ચાર વર્ષની કેદની સજા તથા રૂૂપિયા 5,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Tags :
gujaratgujarat newsjailed for four yearsKhambhaliyakhambhaliyanewstaking bribe for toilet
Advertisement
Next Article
Advertisement