દારૂ પી ડીંગલ મચાવનાર તાલાલા ભાજપ પ્રમુખનું રાજીનામું લઈ લેવાયું
ગીર સોમનાથના તાલાલામાં દારુ પી દંગલ કરનાર શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગેંગદેવનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે,આરોપી ભાજપ નેતાએ દારૂૂનો નશો કરીને તાલાલા માથે લીધુ હતુ, એક દુકાનમાં જઈને રૌફ પણ જમાવ્યો હતો,બીજી તરફ પોલીસે સુનિલ ગેંગદેવને જેલ હવાલે કર્યો છે અને રાજીનામાને જિલ્લા ભાજપ અધ્યક્ષે સમર્થન આપ્યું છે.
દારૂૂબંધી વાળા ગાંધીના ગુજરાતમાં ભાજપ નેતા એ જ દારૂૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા,તો દારૂૂ પી દંગલ કરનાર ભાજપ નેતા સામે પાર્ટી આકરા પાણીએ છે અને તાલાલા શહેર ભાજપ પ્રમુખનું રાજીનામું લઈ લેવાયું છે,જવાબદાર પદાધિકારીના કરતૂતોને કારણે પાર્ટી પણ શરમમાં મૂકાઈ હતી.આરોપીએ દારૂૂ પીને દંગલ કરતા દુકાનદારો અને સ્થાનિકો પણ ગભરાઈ ગયા હતા અને લોકો ઘરમાં ઘુસી ગયા હતાં.
ઘટના તાલાલા-સાસણ રોડ પર આવેલ સોમનાથ સોસાયટીના શ્યામવિલા એપાર્ટમેન્ટ પાસે બની હતી. રાત્રે રમી રહેલા બાળકોને સુનિલ ગેંગદેવે ભૂંડી ગાળો આપી હતી. બાળકોના વાલીઓ તેમને સમજાવવા ગયા ત્યારે તેઓ દારૂૂના નશામાં હોવાનું જણાયું હતું.પોલીસે સુનિલ ગંગદેવ વિરુદ્ધ બે અલગ-અલગ ઋઈંછ નોંધી છે. એક દારૂૂ પીને નશો કરવા અંગે બી.એન.એસની કલમ 66(1)(બ), 85(1), 85(3) હેઠળ અને બીજી મારામારી અંગે બી.એન.એસની કલમ 115(2), 352, 351(3) તેમજ જી.પી.એક્ટ 135 હેઠળ નોંધવામાં આવી છે.