For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજાના યુવાનની પોતાના જ આયશરમાંથી લાશ મળતા ચકચાર: હત્યા કે આત્મહત્યા ? તપાસ શરૂ

12:22 PM Mar 21, 2024 IST | Bhumika
તળાજાના યુવાનની પોતાના જ આયશરમાંથી લાશ મળતા ચકચાર  હત્યા કે આત્મહત્યા   તપાસ શરૂ
  • મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો

ભાવનગર જિલ્લાના તળાજાના ભદ્રાવળ -1 ખાતે રહેતા આશરે બાવીસ વર્ષીય યુવકની લાશ તે પોતે જે આયશર વાહન લઈ ને ગયેલ તેમાંથી જ ગામ નજીક રેઢી કહી શકાય તે રીતે મળી આવી હતી.જે રીતે લાશ મળી આવી અને તેના નાક,હોઠ અને ગળાના ભાગે જે ચિહ્નો જોવા મળ્યા તે કુદરતી રીતે નહિ પંરતુ હત્યા અથવા આત્મહત્યા તરફ દોરી જાય છે.મોત નું સાચું કારણ જાણવા માટે તળાજા પોલીસે પેનલ પી.એમ ની માગ કરતા તબીબ દ્વારા એફ.એસ.એલ પી.એમ કરાવવાનો અભિપ્રાય આપતા ફોરેન્સિક લેબ. ના નિષ્ણાંત તબીબો મોતના રહસ્યનું કારણ જણાવશે.

Advertisement

રહસ્યભર્યા મોત ને લઈ તળાજા રેફરલ.હોસ્પિટલ પરથી મળતી પ્રાથમિક વિગતો મુજબ ભદ્રાવળ ખાતે રહેતા અને પોતાની માલિકીનું આયશર ચલાવી ને પરિવારનું ગુજરાન ચલાવતા મહેશ મગનભાઈ પરમાર ની લાશ ગામની નજીક કેનાલ પાસે પાર્ક કરાયેલા પોતાનાજ આયશર માંથી મળી આવી હતી.

મૃતક મહેશ ના નાનાભાઈ જગદીશ અને તેના પરિવાર જનોનું કહેવુ હતું કે ગઈકાલે મહુવા જવા આયશર લઈ ને મહેશ નીકળેલ.રાત્રે ઘરે આવી જાય.મોડે સુધીન આવતા મોબાઈલ કરતા તેમનો ફોન સ્વીચ ઓફ દેખાડતો હતો.પરંતુ વહેલી સવારે ત્રણેક વાગ્યા બાદ ફોન સ્વીચ ઓફ ફોન રણકવા લાગ્યો હતો. પરંતુ રિસીવ થતો ન હતો. આજે સવારે જગદીશ ગામ નજીક થી પસાર થતો હતો ત્યારે ભાઈ નું આયશર ટ્રક જોઈ જતા તપાસ કરતા ડ્રાઇવર કેબિનમા મૃત હાલતે જોવા મળેલ.ગભરાઈ જવાના કારણે પોલીસ ને બોલાવવાના બદલે સીધો ઘરે આયશર ટ્રક હંકારી ને પોતે ગયેલ.બાદ પી. એમ માટે તળાજા લાવેલ. લાશ ને જોતા તેમના નાકમાંથી સફેદ કલર નું પ્રવાહી,જાંબલી કલર ના હોઠ, અને ગળાના ભાગે ફાંસો(દોરી)ના નિશાન જોવા મળ્યા હતા.તળાજા પોલીસે ઇન્કવેસ્ટ ભરી ને મોતનું સાચું કારણ બહાર લાવવા માટે ભાવનગર ફોરેન્સિક લેબ.મા પી.એમ કરાવવા માટે તજવીજ હાથ ધરીછે.મૃતકના નાનાભાઈ જગદીશ પરમાર એ જણાવ્યું હતુ કે મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. ડ્રાઇવર કેબિનમાં કઈ રીતે ગળેફાંસો ખાઈ શકે? ગળે ફાંસો ખાધો હોય તો તે રીતે લટકેલ હોય તેના બદલે તેની નજીક થી એક દોરી જોવા મળી હતી.બંધ ફોન ચાલુ કોણે કર્યો?.રાત્રે ગામના હકાભાઈ ઘરે ગોતવા આવ્યા હતા.

Advertisement

સસ્પેક્ટ લાગતા FSLનો અભિપ્રાય આપ્યો:ડોકટર

પોલીસનો સૌપ્રથમ દાવો હતો કે હાર્ટ એટેક થી મોત.પરંતુ મૃતકના પરિવાર જનો હત્યાની આશંકા વ્યક્ત કરતા હતા.બાદ ફરજ પરના ડો.વળિયા એ બોડીને જોતા મૃતકના નાક માંથી નીકળેલ સફેદ પ્રવાહી,જાંબલી કલરના હોઠ,ગળાપરના નિશાન જોવા મળતા સસ્પેક્ટ લાગતા ડોકટર દ્વારા ફોરેન્સિક લેબામા લઈ જવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

શ્વાસ રૂંધાઇ જવાથી મોતની શંકા
મૃતકના ચહેરા ઉપરના નિશાનો ફોટા દ્વારા જોઈને અહીં ફરજ બજાવી ગયેલા તબીબો ના અભિપ્રાય મુજબ શ્વાસ રૂૂંધાય ત્યારે શ્વાસનળી માંથી આં પ્રકાર નું સફેદ પ્રવાહી (સુરફેક્ટન્ટ) હોય તે સ્ત્રાવ પામે જે શ્વાસ નળી ખુલી થવા માં મદદ કરે )ને નાક ન શ્વાસનળી જોડાયેલ હોય એના લીધે વધારાનું નાક વાટે બહાર આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement