તળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલ
ભાવનગરના તળાજા પંથકમાં અલગ અલગ બે બનાવમાં બે વ્યક્તિ ના મોત અને વાહનમા મુસાફરી કરનાર ત્રણ વ્યક્તિ ને ઇજાઓ થવા પામીછે.બંને બનાવની તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગતો મુજબ તળાજા ભાવનગર નેશનલ હાઇવે પર બપાડા ગામના પાટિયા પાસે સાંજઢળે તે પહેલાં એકીસાથે ચાર ચાર વાહનો વચ્ચે અકસ્માત થયોહતો.વેરાવળ-ભાવનગર રૂૂટ ની બસ, બોલેરો, છોટાહાથી અને બાઈક એમ ચાર વાહન વચ્ચે ટક્કર થઈ હતી.
જેમાં તાલુકાના મૂળ ભાલર ગામના અને હાલ બપાડા ના પાટીએ રહેતા બાઈક ચાલક સુરેશ જીણાભાઈ રાઠોડ ઉ.વ.35 નું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. બસમાં સવાર ભાવનગર ના જગદીશ માલજીભાઈ જાદવ અને રાજુ અરજણભાઈ ચીણોલ તથા બોલેરો ચાલક અમજદ અહેમદભાઈ મલેક રે.સા.કુંડલા ને ઇજાઓ થવા પામી હતી.બોલેરો ચાલક એ કહ્યું હતુંકે ઘણા હોર્ન મારવા છતાંય બાઈક આડી આવી ને અકસ્માત સર્જાયો.બોલેરો ના બે કટકા થઈ ગયા હતા.
અકસ્માત ના બનાવ ને લઈ ડે.કલેકટર સોલંકી,મામલતદાર જાની ને ખબર મળતા જ તેઓએ દોડીજઈ ઇજાગ્રસ્તો ને બે 108 મારફતે તળાજા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવાની માનવીય ફરજ નિભાવી હતી.સાથે હોસ્પિટલ ની પણ વિઝીટ કરી હતી. બીજો એક અપમૃત્યુ નો બનાવ મોટી માંડવાળી ગામે બન્યો હતો.સરવૈયા ડાયાભાઈ વિરાભાઈ ઉ.વ.68 અહીં અકસ્માત એ કૂવામાં પડી જતા તેઓનું મૃત્યુ થતા પી. એમ માટે અહીં લાવવામાં આવ્યા હતા.