For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તિરૂપતિનગરમાં ટાબરિયો ટીપરવાન લઇને નીકળ્યો

03:42 PM Jul 15, 2024 IST | Bhumika
તિરૂપતિનગરમાં ટાબરિયો ટીપરવાન લઇને નીકળ્યો
Advertisement

શહેરના રૈયા રોડ પર તિરૂપતિનગરમાં ટાબરીયો ટીપરવાન લઇનેુ નીકળતા મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી કચરો ઉઘરાવવા આવતી ટીપરવાન સગીર બાળક ચલાવતો હોવાનો સ્થાનીક લોકોએ વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરતા મ્યુનિ.કમિશનરે તપાસના આદેશ કર્યા છે. જવાબદાર કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવ્યું હતુ.

જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર તિરૂપતિનગરમાં કચરો લેવા આવેલી ટીપરવાન સગીર બાળક ચલાવતો હોય જેથી સથાનિક લોકો દ્વારા તેને રોકી વિડીયો બનાવવામા આવ્યો હોત અને ટીપરવાનનો દરવાજો દોરીથી બાંધેલો હતો સ્થાનિક લોકોએ ડ્રાઇવર કયા છે.? તેમ પૂછતા બાળકે નીચે ઊતરી ટીપરવાનની પાછળ જતા ડ્રાઇવર પાછળથી નીકળ્યો હતો.

Advertisement

સગીર બાળક ટીપરવાન ચલાવતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા મ્યનિ.કમિશનરે તપાસના આદેશ કર્યા છે. તપાસ બાદ કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામા આવશે તથા લાયસન્સ ન હોય તેવી વ્યકિત ટીપરવાન ચલાવી ન શકે તેવી તકેદારી રાખવામા આવશે તેમ જણાવ્યું હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement