રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તંત્ર ઝુક્યું: 532 સફાઈ કામદારોની પાર્ટ ટાઈમ કરાશે ભરતી

03:57 PM Aug 17, 2024 IST | admin
Advertisement

મનપાના ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે તા.21-8થી તા.13-9 સુધી રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે

Advertisement

મહાનગરપાલિકાના સફાઈકામદારો દ્વારા છેલ્લા ઘણા સમયથી નવી ભરતી, રાજીનામા સ્વીકારવા સહિતના મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વાલ્મીકી સમાજ દ્વારા સફાઈકામદારોની ભરતી મુદ્દે જૂની નિયમોની અમલવારી ચાલુ રાખવા તેમજ અન્ય જ્ઞાતિમાંથી સફાઈ કામદારોની ભરતી ન કરવામાં આવે તે સહિતના પ્રશ્ર્ને નિર્ણય લેવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. જેમાં સરકારે મંજુરી આપતા હવે મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 532 રોજમદાર સફાઈ કામદારની ભરતી કરવાનો નિર્ણય લઈ ફોર્મ તા. 21થી અરજદારને મળવા પાત્ર છે તેમ જણાવ્યું છે.

મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ સરકારના મિનીમમ વેજીસના ધોરણે સફાઈકામદારોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવી છે. રોજમદાર સફાઈકામદારની 532 જગ્યા ભરવામાં આવશે. પગાર સરકારના વખતો વખતના બિનકુશળ કામદારના મીનીમમ વેજીસના ધારાધોરણ મુજબ ચુકવવામાં આવશે. સફાઈકામદારની ભરીત માટે અરજદારની વય મર્યાદા 18થી 45 વર્ષ અરજી સ્વીકારવાની અંતિમ તારીખની સ્થિતિએ હોવી જોઈએ. સફાઈ કામદારની અરજી માટે ઉમેદવારની લાયકાત નક્કી કરવામાં આવી છે. જેમાં ઉમેદવાર અને તેનો પરિવાર ઓછામાં ઓછા 20 કે તેથી વધુ વર્ષથી રાજકોટ શહેરનો રહેવાસી હોવો જોઈએ.

ઉમેદવારના માતા-પિતા, દાદી-દાદા રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર રહી ચુક્યા હોય તે ઉમેદવાર જ અરજી કરી શકશે, ઉમેદવારના પરિવારના કોઈપણ વ્યક્તિ સરકારી, અર્ધસરકારી - પબ્લિક સેક્ટર યુનિટમાં નોકરી ન કરતા હોવા જોઈએ. ( કુટુંબની વ્યાખ્યા પતિ, પત્ની અને બાળકો)

ઉક્ત જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ તથા તમામ ઝોનના સિવિક સેન્ટર ખાતેથી ઓફિસના સમય દરમિયાન તા. 21થી તા. 11-9 સુધીમાં નિયત અરજી ફોર્મ (નિશુલ્ક) મળી શકશે., ભરેલ અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવાઓ સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે સવારે 10:30થી બપોરે 5 (2 થી 2:30 રિસેશ) દરમિયાન તા. 21થી તા. 13-9 સુધીમાં રૂબરૂ સ્વીકારવામાં આવશે.

Tags :
gujaratgujarat newspart-time basisrajkotrajkot newssweepers will be recruited
Advertisement
Next Article
Advertisement