For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોનાના ભાવ વધતા દાણચોરી અટકાવવા તંત્ર એલર્ટ

04:10 PM Dec 11, 2023 IST | Sejal barot
સોનાના ભાવ વધતા દાણચોરી અટકાવવા તંત્ર એલર્ટ

રાજ્યમાં હાલ લગ્નની સિઝન વચ્ચે સોનાનો ભાવ પણ વધ્યો છે. આ દરમિયાન સોનાનો ભાવ વધતાં દાણચોરીની શકયતાઓને જોતાં એરપોર્ટ કસ્ટમ વિભાગ અને DRI સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર છે. હાલ માર્કેટ પ્રાઇઝ મુજબ 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 63,500 ઉપર પહોંચ્યો છે. તેવા સમયે સોનાની દાણચોરી અટકાવવા તંત્રએ તકેદારીના વિશેષ પગલાં ભર્યા છે. લગ્નની સિઝન વચ્ચે ખાસ કરીને વિદેશથી આવતા પેસેન્જરો પર કસ્ટમ અને એર ઇન્ટેલીજન્સના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.
મહત્વનું છે કે, સોનાના સતત ભાવ વધારાને કારણે દાણચોરી શક્યતાઓ પણ વધી છે. જેને લઈ હવે દાણચોરી રોકવા દુબઈથી આવતા પેસેન્જરો અને કેરિયરો પર DRI અને કસ્ટમના અધિકારીઓએ નજર રાખવાનુ શરૂ કરી દીધુ છે. હાલ 10 ગ્રામ ગોલ્ડની કિંમત 63,500 છે જેની સરખામણીમાં દુબઈમાં 15 ટકા ઓછો ભાવ છે અને દાણચોરોની સિન્ડીકેટ ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે.
મહત્વનું છે કે, અખાતી દેશમાંથી આવતા પેસેન્જરો પર ખાસ નજર રાખવામા આવશે. આ તરફ દુબઈ ઉપરાતં મસ્કત, શારજાહ અને દોહાના પેસેન્જરો પર કસ્ટમ અને ઉછઈં ના રડારમાં છે. મહત્વનું છે કે, દુબઇ ફરવા ગયેલા પેસેન્જરો પણ ગોલ્ડની ખરીદી કરતા હોય છે. આ તરફ કેરિયરો પણ ગોલ્ડ બિસ્કીટ અથવા તો ગોલ્ડ પેસ્ટ લઇને આવતા હોય છે. લિક્વીડ ફમમાં પણ ગોલ્ડની દાણચોરી થઈ રહી છે. જેને લઈ હવે તંત્ર એલર્ટ બન્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement