ધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયા
પશુ માટે જીવલેણ રોગ ફરી દેખાતા માલધારીઓમા ચિંતાનો માહોલ છવાયો
ત્રણ વર્ષ પહેલાં ગાયો ની અંદર વાયરસ જોવા મળ્યો હતો અને આને લીધે આ લંબી વાયરસ આખા ગુજરાતમાં ફેલાતા અનેક ગાયોના મોતને ભેટી હતી આમ ધ્રાંગધ્રા ના કોઢ ગામે ફરીવાર જોવા મળતા પશુપાલનમાં ચિંતા નો માહોલ છવાઈ ગયો છે ત્યારે હાલમા ગાયો ની અંદર લક્ષણ જણાતા પશુપાલકો દ્વારા પશુ ડોક્ટરને જાણ કરવામાં આવી છે આમ આને લીધે પશુપાલકો માં પણ એક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વધુ ફેલાય નહિ માટે પશુપાલન વિભાગ ગે કામગીરી શરૂૂ કરવામાં આવી છે.
ગુજરાતની અંદર ત્રણ વર્ષ પહેલાં ગૌવંશમાં લપી વાઈરસ ની શરૂૂઆત કોઢ ગામેથી થઈ હતી ત્યારે વાઈરલ ચોમાસામાં જોવા મળે છે ત્યારે ગાયોને શરીર ઉપર મોટા મોટા જાભા પડી જાય છે અને આને લીધે ગાયને તાવ આવી અને ગાયના મોત નીપજવાના પણ બનાવો બને છે.
તેને ત્રણ વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસ ફેલાયો હતો અને લાખોની સંખ્યામાં ગૌવ વસના મોત નીપજયા હતા ત્યારે આમ ફરી લંપી વાયરસ ના લક્ષણો કોઢ ગામે જોવા મળતા પશુપાલકોમાં ચિંતા નું મોજુ છવાઈ ગયું છે ત્યાં અંગે કોઢ ગામના અક્ષયસિંહ ઝાલા અને જયુભા ઝાલાએ જણાવ્યું કે આ ત્રણ વર્ષ બાદ કોઢ મા ફરી અમારા ગામમાં ગાયોની અંદર લંપી વાયરસ જોવા મળ્યો છે અને ગાયોને શરીર ઉપર મોટા મોટા ચાભા પડી જાય છે અને આને લીધે ગાયોને ભારે તકલીફ પડે છે અને તેને લીધે પશુપાલકો દ્વારા પશુ ડોક્ટરને પણ જાણ કરવામાં આવી છે ત્યારે હાલ તેને લીધે પશુપાલકોમાં ચિંતા નો મોજુ ફેલાઈ ગયો છે હાલ કોઢ અને આસપાસના વિસ્તારમાં 50 વધુ ગૌવ વસમા લંપી વાયરસ જોવા મળ્યો છે ધીરે ધીરે વધે છે.
લંપી વાઈરસવાળા પ્રાણીનો અન્ય પ્રાણી દૂર રાખો : પશુ ડોક્ટર
ગાયો મા વઈરસ જોવા મળ્યો છે વાઈરલ મચ્છર અને , માખી ને લઈને ફેલાય છે ત્યારે ખાસ કરીને વાડી વિસ્તારમાં રાખવામાં આવેલ ગૌવ વસમા જોવા મળ્યો છે ત્યારે વેકસીનેસન પેહલા કરેલા ગૌવ વસમા નથી જોવા મળ્યો ખાસ કરીને નાની વાછળી મા જોવા મળ્યો છે ત્યારે ગમાણ ઢોર રાખવાની જગ્યાએ સફાઇ રાખી ડીડી સહીત દવાનો છંટકાવ કરવા જોઈએ જે પ્રાણી મા લકસણજોવા મળે તેને અન્ય પ્રાણી થી દુર બાંધવા જોઈએ.... -ડો પ્રિતેશભાઇ પટેલ ધ્રાંગધ્રા
લંપી વાઈરસનાના લક્ષણો
ગાયના સરીર પર મોટા ચાભા પડી જાઈ છે
શીળસ નીકળ્યુ હોય તેવું લાગે છે
તાવ આવે છે ખોરાક ખાવાનો ઓછો કરી નાખે બંધ પણ કરી દે છે
દુધનુ પ્રમાણ અડધાથી ઓછુ થઈ જાય છે દોવા દેવામાં પ્રોબ્લેમ થાય છે
ગાય કમજોર અને અશક્ત બની જાય છે બેસી રહે છે