ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં પાંચ વર્ષની બાળકીમાં દેખાયા ચાંદીપુરા વાઈરસના લક્ષણ

11:44 AM Jul 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે માખીથી ફેલાતો ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો છે. સરતાનપર ગામે પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરા કેસના શંકાસ્પદ લક્ષ્ણો નોંધાતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ભાવનગર જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે સાથે સર.ટી.હોસ્પિટલ દ્વારા પિડીયાટ્રીક વિભાગમાં બાળકીને સારવાર અપાઇ રહી હોવાનું સર ટી.હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું હતું.

ચાંદીપુરા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ ભાવનગરમાં નોંધાયો છે.નવ માસથી લઇ 14 વર્ષના બાળકોને સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતની માખી) કરડે ત્યારે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ભારે ભય ફેલાયો છે.

ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે રહેતી એક પાંચ વર્ષની બાળકીને બેથી ત્રણ દિવસથી અસહ્ય તાવ, ઊલ્ટી થવાના લક્ષ્ણો જોવા મળતા બાળકીના માતા-પિતાએ પ્રથમ તળાજા ખાતે બાળકીને સારવાર માટે ખસેડી હતી જ્યાંથી વધુ સારવાર માટે સર ટી. હોસ્પિટલની પીડીયાટ્રીક વિભાગમાં ખસેડાતા બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષ્ણો જણાયા હોવાનું તબિબો માની રહ્યા છે. જેથી બાળકીને તબિબોની દેખરેખ હેઠળ રાખી,બાળકીના લોહના નમુના તેમજ કમરમાંથી પાણી ખેંચીને તેના રિપોર્ટ્સ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.

હાલ બાળકીની સ્થિતી સામાન્ય હોવાનું તબિબો જણાવી રહ્યા છે. આ સાથે તબિબોએ આ વાયરસથી ગભરાવવાની જરૂૂર નથી પરંતુ પુરતી તકેદારી રાખવાથી દર્દી સાજો થઇ શકે છે માતા-પિતાએ પણ પુરતી તકેદારી રાખવી જોઈએ. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટાસ્ક ફોર્સ ટીમ બનાવીને સરતાનપર ગામે કાચા મકાનોનું સ્ક્રિનીંગ કર્યુ હતુ તેમજ મેલેથિયોન પાવડરનો છંટકાવ કરાયો હતો.

દરમિયાન ભાવનગર શહેરી આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ વાઇઝ સર્વે શરૂૂ કરાય છે.જિલ્લાના સરતાનપર ગામે પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષ્ણો દેખાતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને શહેરમાં વોર્ડ વાઇઝ તેમજ ગ્રામ્ય પંથકોમાં કાચા મકાનો કેટલાં છે તેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેના આધારે આગામી દિવસોમાં કાચામકાનોમાં તિરાડો પુરવી તેમજ જરૂૂર પડ્યે મેલેથિયોન પાવડરનો પણ છંટકાવ કરાશે.તેમ જાણવા મળેલ છે.

Tags :
bhavnagarbhavnagar newsChandipura virusgujaratgujarat news
Advertisement
Advertisement