જૈનાચાર્ય નમ્રમુનિ મ.સા.નો સ્વાઈનફ્લૂ રિપોર્ટ પોઝિટિવ
સાત દિવસ આઈસોલેટ રહેવા તબીબોની સલાહ
જૈન સમાજના સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો સ્વાઈનફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવતા નાસિક હાઈવે ઉપર આવેલ પરમધામ સાધના સંકુલ ખાતે નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.
પરમધામ સાધના સંકુલના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને ગત તા. 28ને રવિવારના રોજ તાવ આવતા તેમના રિપોર્ટ કરાવતા સ્વાઈનફ્લુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરિણામે તબીબોએ ગુરુદેવને સાત દિવસ સંપૂર્ણ અલગ રાખી દવા સાથે આરામ કરવાની સલાહ આપેલ છે.
હાલ નાસિક નજીક હાઈવે ઉપર આવેલ પરમધામ સાધના સંકુલ ખાતે રિલાયન્સ હોસ્પિટલના સીઈઓ ડો. તરંગ, કોલકત્તાના ડો. કોચર અને ઘાટકોપરના ડો. કનોજિયાના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલી રહી છે.
તબીબોએ ગુરૂદેવને સંપૂર્ણ આઈસોલેટ હોવાની અને આરામ કરવાની સલાહ આપી હોવાથી દર્શનાર્થીઓને વિવેક રાખવા પરમધામ સંકૂલના સુનિલશાહ અને જિગર શેઠ દ્વારા અપીલ કરવામાં આવી છે.