For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માહિતી આયોગના ચાર કમિશનરોની શપથવિધિ

03:54 PM Jul 30, 2024 IST | Bhumika
માહિતી આયોગના ચાર કમિશનરોની શપથવિધિ
Advertisement

લાંબા સમય બાદ નિમણૂકો, બે અધિકારી તત્કાલીન ગૃહમંત્રીઓના અંગત સચિવ રહી ચૂક્યા છે

ગુજરાત સરકારે લાંબા સમય બાદ માહિતી મેળવવાના અધિકાર આરટીઆઈ કમિશનરેટમાં ચાર કમિશનરની નિમણુંક કરી છે. આજે માહિતી આયોગ ખાતે નવ નિયુક્ત સભ્યોએ શપથવીધીવત ચાર્જ સંભાળ્યો હતો. આ ચાર સભ્યોમાંથી જેમાંથી સચિવાલય કેડરના ત્રણ ઓફિસર સુભાષ સોની, મનોજ પટેલ અને નિખિલ ભટ્ટ સરકારમાં ગૃહવિભાગમાં કામ કરી ચુક્યા છે. આ ત્રણૉ પૈકી બે મનોજ પટેલ અને સુભાષ સોની તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમિત શાહના અંગત સચિવ પણ રહી ચુક્યા છે. ચોથા સુબ્રમણ્યમ ઐયરએ ગૌણ સેવા પસંદગી મંડળમાં કાર્યરત હતાં.

Advertisement

આરટીઆઈ કમિશનરેટમાં અપિલોના કેસ અધિકૃત માહિતી આપવી કે નહીં તેનો નિર્ણય ઉપરોક્ત ચારેય કમિશનરો કરશે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી માહિતી આયોગમાં કમિશનરોની મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી આરટીઆઈની અપીલો ટલ્લે ચડી હતી અને અરજીઓના સમયસર નિકાલ પણ થયા ન હતાં.
આજે ચારેય માહિતી કમિશનરોએ ચાર્જ સંભાળતા ગાંધીનગર ખાતે આવેલી માહિતી આયોગની કચેરી ફૂલો અને ફુગ્ગાથી સમજાવી સ્ટાફે વેલકમ કર્યુ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement