રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરનું જયોતિર્લિંગથી પણ વિશેષ મહત્ત્વ

11:05 AM Aug 12, 2024 IST | admin
Advertisement

રતન ટેકરી પર બિરાજતા 500 વર્ષ પુરાણાયાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનો અનોખો ઇતિહાસ: શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે પૂજય દાદાની ભવ્ય પાલકી યાત્રામાં હજારો ભાવિકો ઉત્સાહભેર જોડાશે

Advertisement

સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. તેવી જ રીતે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ કરતા પણ વધુ જુનું સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે જેથી જ્યોતિર્લિંગથી પણ વિશેષ મહત્વ આ મંદિરમાં બિરાજતા જડેશ્વર દાદાનું છે તેમ શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે 3 કિમિ દૂર જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઈતિહાસિક રીતે સંકળાયેલો છે. તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ જાણવો જરૂૂરી છે. ઇતિહાસમાં એવુ લખાયેલુ છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જનમમાં તેવો અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા અને તે ગામમાં પરસોત્તમ સોની રહેતો હતો. જેની ગાયોને ભગવાન ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો.

જો કે, સોનીની એક ગાય પુસ્કળ દૂધ આપતી હતી. પરંતુ જે તે સમયે થોડા દિવસથી ગાય દૂધ જ આપતી ન હતી. જેથી ભરવાડ ગાયને દોહી લેતો હોવાનો આક્ષેપ થયો હતો માટે બીજા દિવસે ભરવાડ અને સોની ગાયનું દુધ ક્યા જાય છે તે જોવા માટે ગાયની પાછળ જાય છે અને જોયું તો ગાય જેને હાલમાં રતન ટેકરી તરીકે લોકો જાણે છે તે ટેકરા પર ચડી ગઇ હતી અને તે ગાય એક ખાડા ઉપર ઉભી રહેતાની સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હતી. ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું હતુ તેવુ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે.

જડેશ્વર દાદની સ્થાપના થયા બાદ ભરવાડ અને સોની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે જતા હતા તે સમયે સોની ભરવાડને કહેતા કે, આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. જો કોઈ પણ કમળપૂજા કરે તો તે જરૂૂર આવતા જન્મમાં તે રાજા બને છે માટે ભરવાડે મનોમન મહાદેવની કમળપૂજા કરવાનો નિશ્ચય કર્યો હતો અને 20 વર્ષ બાદ ગોરની સલાહ લઇ ભરવાડે બપોરે મહાદેવ પાસે બેસીને કમળપૂજા કરી તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખીને કમળપુજા કરી હતી ત્યારે તેનું માથું મહાદેવને અથડાયને અરણીના વાડામાં પડતા ખોપરીમાંથી અરણીનું વૃક્ષ ઉગી ગયું હતું. જો કે, મહાદેવ ભરવાડની શ્રદ્ધાથી પ્રસન્ન થયા હતા અને ભરવાડનો બીજો જન્મ જામ રાવળ તરીકે થયો હતો.

પરંતુ અરણીનું વૃક્ષ ભગવાન ભરવાડની ખોપરીમાંથી ઉગ્યુ હોવાથી જ્યારે જ્યારે પવનથી તે વૃક્ષ હલે એ સમયે જામ રાવળને માથામાં દુખાવો થતો હતો જેથી રાજાને અરણીનું તે વૃક્ષ કાપવા કહ્યું હતું અને ત્યાર બાદ રાજા હંમેશા ત્યાં આવી પૂજા કરતા હતા. તે સમયથી શરૂૂ કરેલ પૂજા નિમિતે દર મહિને 50 રૂૂપિયા આજે પણ જામનગરની સરકાર તરફથી મંદિરને મોકલવામાં આવે છે. આટલુ જ નહી જ્યા ભગવાન ભરવાડનું માથુ પડયુ હતુ ત્યા હાલમાં રાવળેશ્વર મહાદેવનું મંદિર છે.

દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્વર મહાદેવ મંદિર રતન ટેકરી નામે જાણીતું હતું ત્યારે વાંકાનેરના રાજવી પરિવારના સંબંધી વડોદરાના દિવાનને રક્તપિત્તનો રોગ હતો જે કોઇ રીતે મટતો ન હતો ત્યારે કોઇએ કહ્યુ કે, જડેશ્વરની આસ્થાથી પુજા કરશો તો મટી જશે જેથી તેમણે હાલનું જડેશ્વર મહાદેવનું મંદિર છે તે વિ.સં. 1869માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું. આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. દરવર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsjadeshwarmahadevshravan masvakanervakanernews
Advertisement
Next Article
Advertisement