For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વર્ણિમ યુનિવર્સિટીમાં ડિગ્રીનું કૌભાંડ : આપનો દાવો

01:38 PM Dec 08, 2023 IST | Sejal barot
સ્વર્ણિમ યુનિવર્સિટીમાં ડિગ્રીનું કૌભાંડ   આપનો દાવો

ગુજરાતમાં તાજેતરમાં નકલી અધિકારી,નકલી કચેરી ,નકલી ટોલનાકા, નકલી ધારાસભ્ય બાદ નકલી ડિગ્રીની ઘટનાને સ્ટિંગ મારફત આપ નેતા પ્રવીણ રામે બહાર લાવી છે, ગુજરાતમાં અનેક યુનિવર્સિટીમાં નકલી ડિગ્રીનો વેપલો ચાલી રહ્યો છે એવો આક્ષેપ આપ નેતા પ્રવીણ રામે કર્યો જેમના ભાગરૂૂપે આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલના પદાધિકારીઓ દ્વારા અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીએ જઈ ત્યાંના વહીવટકર્તા સાથે વાત કરી બોગસ ડિગ્રી બાબતે વાર્તાલાપ કરતા સ્વર્ણિમ યુનિવર્સિટીના વહીવટકર્તાઓએ કહ્યું હતું કે તમે એડમીશન કરાવો ત્યારબાદ કોલેજ આવવુ જરૂૂરી નથી ,ત્યારબાદ સીધા પરીક્ષા આપવા જ આવવાનું રહેશે અને પરીક્ષામાં પણ પાસ કરવાની વ્યવસ્થા થઈ જશે આવી વાત કરી હતી એવું આમ આદમી પાર્ટી શિક્ષણ સેલના ઉપપ્રમુખ ભાવેશભાઈ એ જણાવ્યું હતું
આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ સ્વર્ણિમ યુનિવર્સિટી માં જઈ બોગસ ડિગ્રી મામલે સ્ટિંગ કરી ને મીડિયા સમક્ષ પ્રેસ કરી આખો મામલો બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો, આ પ્રેસવાર્તામાં આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે સ્વર્ણિમ યુનિવર્સિટી તો માત્ર ઉદાહરણ છે ,બાકી આવી અનેક યુનિવર્સિટીમાં આવી બોગસ ડિગ્રીના વેપલા ચાલે છે ત્યારે આવી બોગસ ડિગ્રીના કારણે ગુજરાતના યુવાનો, જનતા અને શિક્ષણ ખાડે જવાની શક્યતાઓ છે તેમજ આવી બોગસ ડિગ્રીના કારણે મહેનત કરતા વિદ્યાર્થીને અન્યાય થવાની શક્યતાઓ હોવાથી સરકારે તાત્કાલિક ધોરણે આવી યુનિવર્સિટી અને કોલેજો ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવી જોઈએ. સાથે પ્રેસવાર્તામાં કટાક્ષ કરતા આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી ધારાસભ્ય, નકલી ડિગ્રી બાદ થોડા સમય બાદ નકલી મુખ્યમંત્રી ગુજરાતમાં કામ કરતા બહાર ના આવે તો સારી વાત છે અને સાથે સાથે આપ નેતા પ્રવીણ રામ દ્વારા સરકારને ચેતવણી પણ આપવામાં આવી કે જો તાત્કાલિક ધોરણે આવી બોગસ ડિગ્રી આપતી યુનિવર્સિટી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે તો અન્ય કોભાંડોને બહાર લાવીશું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement