રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાંધી મ્યુઝિયમ ખાતે કાલે સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ યોજાશે

06:25 PM Oct 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગાંધી મ્યુઝિયમ ખાતે પૂ. બાપુના જીવનના આદર્શો દર્શાવતા વિઝ્યુઅલ અને ગાંધી ધૂન સહિતના કાર્યક્રમો યોજાશે

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રસારિત કરાશે અને સ્વચ્છતા અભિયાનના વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2024 થી તા.02/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયા દરમ્યાન સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગા શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાઇકલોથોન, સ્વચ્છતા શપથ, ભીત ચિત્રો બનાવવા, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડ માં કે નામ વુક્ષારોપણ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, રીડ્યુસ-રિયુઝ-રીસાઈકલ સિધ્ધાંતને આગળ વધારવા માટે કેમ્પ, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ અને એવોર્ડ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સાંસદઓ, ધારાસભ્યઓ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે 2 જી ઓક્ટોબરના રોજ સવારે 09:00 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જીલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂૂપાલાની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાશે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, સ્વચ્છતા હી સેવા-2024 પખવાડીયા અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહેશે.
સ્વચ્છ ભારત દિવસ ઉજવણી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2024 થી તા.02/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયા દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

Tags :
Gandhi Museumgujaratgujarat newsrajkotrajkot newsSwachh Bharat
Advertisement
Next Article
Advertisement