For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના શરતી જામીન કર્યા મંજૂર, જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં

06:46 PM Oct 03, 2024 IST | Bhumika
ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના શરતી જામીન કર્યા મંજૂર  જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં
Advertisement

ગુજરાત હાઈકોર્ટે જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યાં છે. જુનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શર્તે જમીન આપવામાં આવ્યા છે. ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે. ગણેશ જાડેજા તેમજ તેના મિત્રો-સાથીદારોએ એક દલિત યુવકનું કારમાં અપહરણ કરી તેને પોતાની જગ્યાએ લઈ જઈને નગ્ન કરી માર માર્યો હતો તેમજ વીડિયો પણ ઉતાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજી ફગાવી હતી.

ગુજરાત હાઇકોર્ટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશ) તથા અન્ય ચાર લોકોના જામીન મંજૂર કર્યા છે. 6 મહિના સુધી જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. એડવોકેટ પ્રશાંત ખંઢેરિયા તથા સિનિયર એડવોકેટ ભાર્ગવ ભટ્ટ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement