વાવડી (આદ્રી) ગામે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
12:19 PM Sep 25, 2025 IST
|
Bhumika
Advertisement
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement
જે અંતર્ગત બાતમીના આધારે વેરાવળ ગ્રામ્ય તાલુકાના વાવડી (આદ્રી)ગામ ખાતે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરવામાં આવી હતી. આ છકડો રિક્ષામાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો. જેમાં 249 કિલો ચોખા તથા 296 કિલો ઘઉં મળી આવ્યાં હતાં. જેથી કાર્યવાહી કરી છકડો તથા અનાજનો જથ્થો કુલ કિંમત રૂૂ.65011નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
Next Article
Advertisement