For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડ કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોની સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

05:00 PM Dec 23, 2023 IST | Bhumika
વોર્ડ કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોની સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

મહાનગરપાલિકા દ્વારા તા. 26ના રોજ ઝોન કક્ષાના વિજેતા ઉમેદવારોની સ્પર્ધા યોજાશે

Advertisement

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની અધિસુચના અન્વયે લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતતા કેળવાય, લોકો નીરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બીજા તબક્કામાં વોર્ડ કક્ષાએ કેટેગરી વાઈઝ વિજેતા થયેલા 6-6 સ્પર્ધકોની ઝોન કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.
યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંધની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને પઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જુનના દિવસને પઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા રમતગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા વોર્ડ કક્ષાએ તા.19/12/2023ના રોજયોજાયેલ હતી જ્યારે આજતા.23/12/2023ના રોજ ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઇ.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આગામી તા.26/12/2023ના રોજ ઝોન કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો માટે મહાનગરપાલિકા કક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે.

આ સ્પર્ધામાં અલગ અલગ ઝોનમાં મહાનુભાવ તરીકેસ્પર્ધામાં અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી, ધારાસભ્યશ્રી ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરિયા, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર પરેશભાઈ આર. પીપળીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, વિનુભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, કાથડભાઈ ડાંગર, શહેર સંગઠન તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારો, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, ઈ.ચા. નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સીટી એન્જી. પી.ડી. અઢિયા, કે. કે. મહેતા, મેનેજર દીપેન ડોડીયા, ભરત કાથરોટીયા, કૌશિક ઉનાવા, વિપુલ ઘોણીયા, નીલેશ કાનાણી, ફાલ્ગુની કલ્યાણી, સિદ્ધાર્થ પંડ્યા, ડી.એસ.ઓ. રમાબેન, યોગ બોર્ડના શિક્ષકો, ટ્રેનર, કોચ, જજ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહેલ.

Advertisement

ઇસ્ટ ઝોન ખાતે યોજાયેલ ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21મી જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા માટે આહવાન કરવામાં આવેલ છે. સમગ્ર વિશ્વએ માનનીય વડાપ્રધાનશ્રીના યોગના આહવાનને આવકારી યોગને અપનાવેલ છે. યોગ મનને એકાગ્ર અને મજબુત કરે છે. આપણે સમગ્ર વિશ્વને એ સંદેશ પહોંચાડીએ કે સૂર્ય નમસ્કારને પણ જીવનનો હિસ્સો બનાવીએ. ઉપસ્થિત સર્વ વિજેતા સ્પર્ધકોને હાર્દિક શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ કરેલ. આભાર વિધિ માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયાએ કરેલ. વેસ્ટ ઝોન ખાતે યોજાયેલ ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.1 થી 18માં તા.19/12/2023ના રોજ વોર્ડ કક્ષાની સ્પર્ધા યોજવામાં આવેલ. આ સ્પર્ધામાંકુલ 4329 સ્પર્ધકો હાજર રહેલ હતાં આ ઉપરાંત જુદી-જુદી શાળાઓમાં તથા સંસ્થાઓમાં પણ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમાં વિવિધ સંસ્થાઓ/શાળાઓમાં 15236 સ્પર્ધકો અને વ્યક્તિગત 3280 સ્પર્ધકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવેલ. આમ, વોર્ડ કક્ષાએ યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં કુલ 22845 સ્પર્ધાકો જોડાયા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement