સુરેન્દ્રનગરમાં આઠ ખાણ પર ઓચિંતા દરોડા, ગેરકાયદે કોલસો ખોદવાનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જીલ્લામં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. બે દિવસ પહેલા જ ડેપ્યુટી કલેકટરે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠનો ભાંડો ફોડયો હતો. આ ઘટનામાં તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ આઠ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાહ હતા. જયાં ગેરકાયદે કોલસો ખોદવામાં આવતો હોવાનો પર્દાફાશ કરવામં આવ્યો છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, સવારના સમયે પ્રાંત અધિકારીએ લીમડીથી દરોડા પાડવામાં આવ્યા છે. પાંચ ખાણમાંથી કોલસો કઢાતો હતો. આ માટે ભાજપના પ્રમુખ બદલીની માંગણી ન સંતોષાતા દરોડા પાડવામાં આવ્યાની ચર્ચા છે. આ સાથે એક રાજકીય નેતાની બેનામી 20 વિઘા જમીન પર પાંચ ખાણ હોવાની શંકા છે. તેની જમીન પર 10 જેટલા મજુર પણ કામ કરી રહ્યા છે. તેની સઘન પુછપરછ કરવામાં આવશે. આ ખાણ પાસેથી એક કાર અને છ જેટલા બાઇક પકડાયા છે. તેની માલીકી અંગે પણ પુછપરછ બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પાનચ ગાડી જેટલો કોલસો કાઢી શકાય તેવી પાંચ ચરખી પકડાઇ છે અને કોલસો ખોદવા ધડાકા કરવાના ડીટોનેટર સહીતના સાધનો મળી આવ્યા છે.
હાલ ચર્ચાઇ રહ્યું છે કે આ દરોડા પાછળ ભાજપની જુથબંધીના કારણે પડયા છે. તેમજ અચાનક દરોડા પાડવા પાછળ કારણ શું હોય શકે? તેની ચચાર પણ થઇ રહી છે. તેમજ સરકારી જમીનમાંથી ત્રણ વર્ષથી કોલસો ખોદવામાં આવતો હતો. આ સારી કવોલીટીનો કોલો રાજસ્થાન અને એમપી મોકલવામાં આવતો હતો. આ મામલે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળ શું એકશન લેવાય છે તેની પર સૌની મીટ મંડાય રહી છે.