CPબ્રજેશ ઝાનું ક્રાઈમ બ્રાંચમાં સરપ્રાઈઝ ચેકિંગ
દરેક પીએસઆઈની ચેમ્બરની વિઝિટ કરતાં સ્ટાફમાં દોડધામ
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા જામનગર રોડ પર આવેલી ક્રાઈમ બ્રાંચમાં સરપ્રાઈઝ ચેકીંગ કરતાં સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ કમિશ્નરે ક્રાઈમ બ્રાંચમાં તમામ પીએસઆઈની ચેમ્બરની વિઝીટ પણ કરી હતી અને ડીસીપી સહિતનાં પીઆઈ અને પીએસઆઈ સાથે મીટીંગ યોજી જરૂરી સુચનાઓ આપી હતી. પોલીસ કમિશ્નરના ઓચિંતા ચેકીંગથી પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા જાગી છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળનાર બ્રીજેશ કુમાર ઝાએ ચાર્જ સંભાળ્યા બાદ ગઈકાલે સાંજે અચાનક જ જામનગર રોડ પરની ક્રાઈમ બ્રાંચ કચેરીએ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જેના કારણે ક્રાઈમ બ્રાંચના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. શિસ્તના આગ્રહી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અચાનક જ ગઈકાલે સાંજે ક્રાઈમ બ્રાંચ કચેરીએ પહોંચ્યા હતાં. પોલીસ કમિશ્નર અચાનક આગમનથી જ ક્રાઈમ બ્રાંચના સ્ટાફમાં દોડધામ મચીગઈ હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી.બસીયા અને પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે મીટીંગ કરી હતી.
આ મીટીંગ પૂર્ણ થયા બાદ જ ક્રાઈમ બ્રાંચેથી વિદાય લેતાં પૂર્વે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અચાનક જ ક્રાઈમ બ્રાંચની વિઝીટે નિકળ્યા હતાં અને ક્રાઈમ બ્રાંચની તમામ ઓફિસોમાં વિઝીટ કરી હતી. ક્રાઈમ બ્રાંચના નીચેના માળે આવેલ પોલીસ લોક અપ તેમજ બીજા માળે અને ત્રીજા માળે આવેલ પીએસઆઈની ચેમ્બરમાં પણ વિઝીટ કરતાં અચાનક જ સીપી બ્રજેશકુમાર ઝાના વિઝીટથી ક્રાઈમ બ્રાંચના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જો કે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ આ બાબતે ક્રાઈમ બ્રાંચના સ્ટાફ સાથે વિઝીટ કર્યા બાદ કોઈ ક્ષતિ દેસાઈ ન હોય જેથી કોઈ સુચના આપી ન હતી. માત્ર મુલાકાત લઈ તેઓ પોતાના કચેરી ખાતે જવા રવાના થઈ ગયા હતાં.