For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગરમી વધતા ઝાડા-ઊલટીના કેસમાં ઉછાળો: 234 કેસ

05:37 PM Feb 26, 2024 IST | Bhumika
ગરમી વધતા ઝાડા ઊલટીના કેસમાં ઉછાળો  234 કેસ

શહેરમાં ઠંડીનું પ્રમામ ઓછુ થતા ગરમીનો પારો ઉંચે જવા લાગ્યો છે. પરિણામે મચ્છરજન્ય રોગચાલાની સાથો સાથ પાણીજન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યું હોય ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ ડોર ટુ ડોર કામગીરી દરમિયાન ઝાડા-ઉલ્ટીના નવા 24 કેસ નોંધાયા છે. પરિણામે આરોગ્ય વિભાગે મચ્છર ઉત્પતિ સબબ તેમજ ગંદકી સબબ 415 આસામીઓને નોટીસ ફટકારી હતી.

Advertisement

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારાન તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.19/02/24 થી તા.25/02/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 9,661 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 507 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 916 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 316 અને કોર્મશીયલ 191 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Advertisement

રોગચાળાની વિગત
ચીકનગુનિયા 1
સરદી ઉધરસ 1191
સામાન્ય તાવ 171
ઝાડા-ઉલ્ટી 234

Advertisement
Tags :
Advertisement
Advertisement