સોશ્યલ મીડિયામાં અનેક વખત ફાયરીંગના વિડીયો સમાઈ આવતાં હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાંથી આવોજ એક વિડીયો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના થાનમાં જાહેરમાં રોફ જમાવવા યુવાને હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Advertisement
પોલીસતંત્રને પડકાર આપતો યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો યુવકે સોશિયલ મીડિયા પર અપલોડ કરીને વાયરલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનારની ઓળખ પ્રવીણ તરીકે થઈ. મઝરલોડ બંદુકથી આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.