સુરેન્દ્રનગરના યુવાનનો પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાતનો પ્રયાસ
પાંચ વર્ષના પુત્રનું માથું તિજોરી સાથે અથડાવી અને પત્નીને ગળેટૂંપો આપી હત્યા કરી પોતાના હાથની નસ કાપી
શેરબજારમાં મોટી રકમ હારી જતાં દેણું થઇ જતાં ખૂની ખેલ ખેલ્યો
સુરેન્દ્રનગરના વતની અને હાલ ન્યૂ ગાંધીનગરના સરગાસણમાં રહેતા સલૂનની દુકાનમાં નોકરી કરતા અને શેરબજારનું કામ કરતા એક યુવાને શેરબજારમાં મોટી રકમ હારી જતા દેણું થઇ જતા પોતના દીકરાનું માથું તિજોરી સાથે અથડાવી અને પત્નીને ગળેટુપો આપી તેની હત્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો તથા એફએસએલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ ગોઝારી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પતિની હાલત ગંભીર છે અને તે સિવિલમાં સારવાર હેઠળ છે, બેભાન અવસ્થામાં
મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના વતની અને હાલ ન્યૂ ગાંધીનગરના સરગાસણમાં શ્રી રંગ નેનો સિટી-1માં રહેતા હરેશ કનુભાઈ વાઘેલા (ઉવ 42) અને તેમનો પાંચ વર્ષનો પુત્ર ધ્રુવનું અને પત્ની આશાબેનને ઘર માંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પાડોશી નયનભાઈએ પોલીસને જાણ કરી હતી નયનભાઈએ જણાવ્યું કે, ગઇકાલે તેમની પુત્રીએ મારા રૂૂમનો એક લાઇટ બલ્બ હરેશભાઈને આપ્યો હતો, જેથી બલ્બ ચાલુ ન થતા કર્યો તો ન થતાં એણે કહ્યું હજુ લાવ્યા નથી. તો પછી નયનભાઈએ બાજુમાંથી લઈ આવવા જણાવતા તે હરેશભાઈના ઘરે જતા ઘરનો દરવાજો ખખડાવ્યો, તો દરવાજો ખુલ્લો હતો. દીકરીએ બૂમ પાડી તો કોઈએ સાંભળ્યું નહીં. વધારે ખખડાવ્યું તો દરવાજો ખૂલ્યો. ઘરનું દૃશ્ય જોયું તો એણે બૂમ પાડી જેથી નયનભાઈ પણ ત્યાં દોડી જતા હરેશભાઈ ઈજાગ્રસ્ત મળ્યા હતા જયારે પુત્ર તેમજ પત્ની મૃત હાલતમાં મળી આવ્યા હતા. હોય નયનભાઈએ 108 અને 100 નંબર પર કોલ કરી જાણ કરી હતી.
પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે, મૂળ સુરેન્દ્રનગરના હરેશભાઈ દોઢેક વર્ષ પૂર્વ જ રહેવા આવ્યા હતા. ઘરમાં કોઈ કલેશ ન હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરેશભાઈ કનુભાઈ વાઘેલા સલૂનની દુકાનમાં નોકરી કરે છે. તેમનાં પત્ની આશાબેન વાઘેલા રસોઈ કામ દ્વારા આર્થિક રીતે મદદરૂૂપ બનતા હતા. તેમનો પાંચ વર્ષનો દીકરો ધ્રુવ વાઘેલા ચૌધરી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. મૂળ સુરેન્દ્રનગરનો આ પરિવાર છેલ્લા દોઢેક વર્ષથી શ્રીરંગ નેનોસિટી 1 સરગાસણ ખાતે રહેતો હતો. હરેશભાઈએ પત્ની આશાબેનની ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી.
માસૂમ દીકરાનું માથું ક્રૂરતાપૂર્વક તિજોરી સાથે અથડાવી તેને મારી નાખવામાં આવ્યો હતો, જેના કારણે તિજોરી પર લોહીના ડાઘા હતા. પત્ની અને દીકરાની હત્યા બાદ હરેશભાઈએ તિક્ષ્ણ હથિયારથી હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હરેશભાઈને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં આર્થિક તંગી અને શેરબજારમાં દેવું થઈ જવાથી હરેશભાઈએ આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે.