સુરેન્દ્રનગરમાં 17 વર્ષથી બંધ પડેલી સિટીબસ સેવા શરૂ થશે
સુરેન્દ્રનગરવાસીઓની સુવિધામાં વધારો થશે. ઝાલાવાડવાસીઓને હવે ક્યાંય પણ જવુ હશે તો સસ્તી અને સુલભ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહેશે. સુરેન્દ્રનગરવાસીઓ માટે નગરપાલિકાએ ફરી સિટી બસ સેવા શરૂૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.છેલ્લા 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂૂ થવા જઈ રહી છે.સુરેન્દ્રનગર પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઝાલાવાડ વાસીઓને સુલભ અને સસ્તી ટ્રાન્સપોર્ટેશન સેવા મળી રહે તે હેતુથી આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વથી સિટી બસ સેવા ફરી શરૂૂ થવા જઈ રહી છે.
શહેરના અલગ અલગ 8 રૂૂટ પર આ સિટી બસ દોડવાની છે. જેમા રક્ષાબંધન સુધી બહેનોને ફ્રીમાં મસાફરી કરાવવાનો નિર્ણય કરાયો છે. આ સિટી બસ સેવા અંતર્ગત વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિત 8 રૂૂટ નક્કી કરાયા છે.ઝાલાવાડની જનતા અનેકવાર શહેરમાં ફરી સિટી બસ સેવા કાર્યરત કરવા અંગે રજૂઆત કરી રહી હતી ત્યારે જનતાની માગને ધ્યાને લઈ પાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે. હવે સુરેન્દ્રનગર વાસીઓની સિટી બસની આતુરતાનો અંત આવશે