રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતથી સૌરાષ્ટ્ર: ખાનગી ટ્રાવેલર્સો દ્વારા ઉઘાડી લૂંટ

03:46 PM Aug 20, 2024 IST | admin
Advertisement

હીરા ઉદ્યોગમાં લાંબા વેકેશન અને જન્માષ્ટમીના તહેવારોના કારણે કારીગરોનો વતન તરફ ધસારો

Advertisement

ખાનગી બસોના ભાડા ડબલ કરી દેવાયા, વિરોધ નોંધાવે તે મુસાફરોને બસમાં નો એન્ટ્રી

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે લાંબુ વકેકેશન તથા જન્માષ્ટમીના તહેવારોના પગલે સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓએ વતનમાં જવા ધસારો કરતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ઉઘાડી લુંટ શરૂ કરી છે અને સુરતથી મહારાષ્ટ્ર, રાજસ્થાન ઉપરાંત સૌરાષ્ટ્રનાં બસ ભડામાં બમણો વધારો ઝીંકી દીધો છે.

સુરતમાંથી હાલ દરરોજ હજારો કામદારોએ રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રમાં વતનભણી ધસારો કરતાં બસ ઓપરેટરો દ્વારા તેનો ભરપુર ગેરલાભ લેવામાં આવી રહ્યો છે.

સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાંથી દરરોજ 500 કરતાં વધુ બસ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા અને અલગ અલગ તાલુકા માટે ઉપડતી હોય છે. અહીંયા પણ આ જ પ્રકારનો નજારો જોવા મળે છે. સાંજ પડતાની સાથે લોકો મોટી સંખ્યામાં બસો માટે પહોંચતા હોય છે અને સીઝન આવતા રહ્યા પણ ટિકિટોના ભાવના થતા હોય છે, પણ મજબૂરી એવી છે કે સરકારી બસ તેમને નજીકના જિલ્લા અથવા તાલુકામાં છોડતી હોય છે, જ્યારે ખાનગી બસો તેમના માદરે વતન એટલે કે તેમના ગામ સુધી તેમને ઉતારતી હોય છે. જેને લઇને લોકોને ટિકિટ ભલે મોંઘી પડતી હોય પણ આ લેવાનું વધુ પસંદ કરે છે.

સુરતથી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર જનારો મોટો વર્ગ હોય છે. દરરોજ 500 કરતાં વધુ લક્ઝરી બસો દ્વારા લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં બસનું ભાડું 600થી 1500 રૂૂપિયા હોય છે પણ, સીઝન આવતાની સાથે જ બસ સંચાલકો ભાડું 1200થી 3000 રૂૂપિયા વસુલી તહેવારમાં બસ સંચાલકો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યાં છે.

મુસાફરોએ કહ્યું કે સામાન્ય દિવસોમાં રાજસ્થાનની 1400 રુપિયા ટિકિટ છે, પરંતુ હાલ તેનો ભાવ 2400 રુપિયા થઈ ગયો છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજેરોટીની તલાશમાં અલગ અલગ રાજ્યના લોકો આવીને વસેલા છે જોકે તહેવારો આવતાની સાથે સુરતમાં રહેતા લોકો પોતાના સંબંધીઓને ત્યાં અથવા પોતાના વતન જવા માટે નીકળતા હોય છે આ તકનો સૌથી વધુ લાભ સુરતમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો લઈ રહ્યા છે. કારણ કે તહેવાર પોતાની સાથે જ તમામ ટ્રાવેલ્સના સંચાલકો પોતાની ટિકિટ નો ભાવ બમણો કરી દીધો છે. જો કે તહેવાર અને તેમાં પણ પોતાના મળવા જવાનું હોવાને લઈને સુરતમાં રહેતા લોકો ડબલ ભાવ આપીને પણ પોતાના વતન જતા હોય છે.

જોકે આડા દિવસોમાં આ બસનું ભાડું 600 થી લઈને 1500 રૂૂપિયા હોય છે પણ સીઝન આવતાની સાથે જ આપ બસ સંચાલકો ભાડું ₹1200 થી લઈ 3000 રૂૂપિયા કરી દેતા હોય છે, લોકોને મજબૂરી એ છે કે તહેવાર અને તેમાં પણ પોતાના વતન જવું હોય છે ત્યારે આ પ્રકારના પૈસા ખર્ચતા હોય છે.

દરરોજ અહીંયાથી હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના માદરે વતન જતા હોય છે અને તહેવાર અથવા તો પોતાના સામાજીક કામ પતાવી સુરત પરત કરતા હોય છે. જોકે આ બસ સ્ટેશન પર મળેલા ઘણા બધા મુસાફરોએ પોતે લૂંટાતા હોવાની વાત કબૂલી હતી. જ્યારે બસના સંચાલકો આ વાતને નકારી રહ્યા છે.

બસમાં ઠાંસી ઠાંસીને મુસાફરો ભરાય છે, કેરિયર ઉપર પણ સવારી
જોકે આ તમામ બસના સંચાલકોની ઓફિસ સુરતના અલગ અલગ વિસ્તારોમાં છે અને પીકપ પોઇન્ટ માત્ર એક જગ્યા પર છે એટલે કે અહીંયા બુકિંગની કોઈ વ્યવસ્થા છે નહીં, જેને લઈને સંચાલકોને પકડવા પણ મુશ્કેલ થયું હતું. અહીંયા એ પણ જોવા મળ્યું હતું કે, લક્ઝરી બસના સંચાલકો માણસોને તો બસમાં ઠાંસી ઠાંસીને ભરે છે સાથે બસની ઉપર ગુડ કેરિયર પણ મોટા પ્રમાણમાં લઈ જતા હોય છે એટલે કે ડબલ કમાણી કરતા જોવા મળે છે.

હીરા ઉદ્યોગમાં 10 દી’નું વેકેશન, અમુક કારખાનાઓને તાળાં
યુક્રેન રશિયાના લાંબા યુધ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદી પ્રવર્તે છે અને પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં દસ દિવસનું લાંબુ વેકેશન જાહેર થયું છે. આ ઉપરાંત અમુક કારખાનાઓને તો તાળા મારી દેવામાં આવ્યા છે અને ફરી ખુલે ત્યારે જાણ કરશું તેવું જણાવી કારીગરોને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે હીરાના કારીગરોએ વતન તરફ જવા જબરો ધસારો કર્યો છે.

Tags :
gujaratgujarat newsOpen robberyprivate travellersSurat to Saurashtrasuratnews
Advertisement
Next Article
Advertisement