રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરત: હવસખોરે પાંચ વર્ષની બાળકી પર દાનત બગાડી, વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને આચર્યુ દુષ્કર્મ

12:10 PM Dec 18, 2023 IST | admin
Advertisement

 

Advertisement

સુરતમાંથી માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના લસકાણા વિસ્તારમાં એક યુવાને પાંચ વર્ષની બાળકીને વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે. હાલ બાળકીની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી શહેરમાં હડકંપ મચી ગયો છે. સુરતના લસકાણા વિસ્તારમાં મિથલેશ રાજુ શાહ નામના આરોપીએ પાંચ વર્ષની બાળકી પર નજર બગાડી. બાળકીને વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને તેને નજીકના ઝાંડી-ઝાંખરામાં લઇ ગયો જ્યાં તેના પર દુષ્કર્મ આચર્યું. બાળકીના માતા-પિતા જ્યારે તેને શોધવા નીકળ્યા આ દરમિયાન આરોપી ત્યાંથી ભાગી ગયો, બાળકી ત્યાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. હાલમાં બાળકીને હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આરોપીને સ્થાનિકોએ પકડીને તેને મેથીપાક ચખાડ્યો અને બાદમાં પોલીસના હવાલે કર્યો. પોલીસે આરોપી મિથલેશ રાજુ શાહ વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ અને પૉસ્કો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
child on rapedcrimecrime newsgujaratgujarat newsrapedsuratsurat news
Advertisement
Next Article
Advertisement