રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતના ડાયમંડ બુર્સને ચાર અઠવાડિયામાં 125 કરોડની બેંક ગેરેંટી જમા કરવા આદેશ

01:33 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

બાંધકામ વિવાદ મામલે સુરતની કોમર્શિયલ કોર્ટે ડાયમંડ બૂર્સને ચાર અઠવાડિયામાં 125 કરોડની બેંક ગેરેન્ટી જમા કરાવવા આદેશ કર્યો છે.સુરત ડાયમંડ બૂર્સ નું બાંધકામ કરનારી પી.એસ.પી પ્રોજેક્ટ્સ લીમોટેડ કંપનીએ પિટિશન કરી છે. આર્બિટેશન એક્ટની કલમ 9 હેઠળની આ પિટિશનમાં સુરતની કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોમર્શિયલ કોર્ટના જજ આશિષ મલ્હોત્રાએ આખરી હુકમ કરતા ડાયમંડ બૂર્સને 4 અઠવાડીયામાં 125 કરોડની બેન્ક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે.

Advertisement

કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું છે કે જ્યા સુધી ઉશફળજ્ઞક્ષમ બજ્ઞીતિય બેંક ગેરેન્ટી જમા ન કરાવે ત્યાં સુધી ડાયમંડ બૂર્સ તેની બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં. આ સાથે ઓફિસો ભાડે આપવા કે થર્ડ પાર્ટી રાઇટ્સ ઊભા કરવા ઉપર પણ મનાઈ હુકમ ફરમાવ્યો છે. પી. એસ. પી પ્રોજેક્ટ્સ લીમોટેડ કંપની વતી સુપ્રીમ કોર્ટના સિનિયર એડ્વોકેટ મીનાક્ષી અરોરા તેમજ હાઇકોર્ટના વકીલ ભગીરથ પટેલની દલીલોને માન્ય રાખી કોમર્શિયલ કોર્ટે 11 માર્ચે આ ચુકાદો આપ્યો છે.

Tags :
gujaratgujarat newssuratSurat Diamond Bursesurat news
Advertisement
Next Article
Advertisement