સુરતના વેપારીના હસ્તે રામ દરબારને 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું-હીરાનો શણગાર
રામની નગરી અયોધ્યમાં આજે રામ દરબારમાં અભિજીત મૂહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ અવસરે સુરતના વેપારીએ મંદિરને સોના ચાંદીના આભૂષણની ભેટ આપી છે. તેઓ ખુધ આ અવસરે મૂર્તિને આભૂષણ પહેરાવશે. સુરતના હીરા વેપારી મુકેશ પટેલે આ સૌભાગ્ય સાંપડવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેઓ ચારેય ભાઈઓને આજે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ આભૂષણો પહોંચ્યા હતાં.
વીએચપીના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નેવાડિયાએ જણાવ્યું હતું કે, ચારેય ભાઈઓ માટે એક હજાર કેરેટ હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રૂૂબી, ગળાનો હાર, કાનની વીંટી, કપાળનું તિલક, ચાર મોટા અને 3 નાના ધનુષનો સમાવેશ થાય છે. ઉપરાંત 11 મુગટ અને ત્રણ ગદા બનાવવામાં આવ્યા હતા.
સરકારની મદદથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા આ આભૂષણો અયોધ્યા લાવવામાં આવ્યા હતા. જે આજે રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, રામ મંદિરમાં સ્થાપિત મુખ્ય પ્રતિમાને પણ તેમણે મુગટ અર્પણ કર્યો હતો.રામનગરી અયોધ્યા ફરી એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા જઈ રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે સ્થાપિત શ્રી રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા આજે યોજાઈ રહી છે. આ શુભ પ્રસંગે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 5 જૂને રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી હતી. શ્રી રામ જન્મભૂમિ પરિસરના ભોંયતળિયે બાળકના રૂૂપમાં રામલલાના અભિષેક પછી, હવે પહેલા માળે રાજા રામના રૂૂપમાં તેમનો ભવ્ય દરબાર અભિષેક કરવામાં આવી રહ્યો છે.